રેલવેની સલામતી અને સુવિધા જનક મુસાફરી કરવા લોકો બે માસ અગાઉ રીઝર્વેશન કરાવતાં હોય છે. જેના માટે મુસાફરો વધુ પૈસા રેલવે વિભાગને આપતા હોય છે. રીઝર્વેશન કોચના મુસાફરો સાથે અન્ય જનરલ ટીકીટ દઇને મુસાફરી કરતાં હોય તેઓને રેલવે વિભાગ દંડ સહીતની કાર્યવાહી કરતાં હોય છે. ત્યારે રવિવારે મોડી રાત્રે ગોધરા રેલવે સ્ટેશન પર ઇન્દોરથી મુંબઇ જતી અંવતિકા એકસપ્રેસ આવી પહોચાતા એસ-1 થી એસ-8 રીઝર્વેશન કોચના મુસાફરોએ રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો.
અંવતિકા એક્સપ્રેસ ટ્રેનમાં મોટાભાગના રીઝર્વેશન કોચમાં જનરલ કોચની ટીકીટ લઇને 50 થી વધુ મુસાફરો સવાર થયા હતા. જેને લઇને રાત્રીની મુસાફરી હોવાથી સુવામાં, ટોયલેટ જવામાં તથા કિંમતી સામાનની ચિંતા રીઝર્વેશન કોચના મુસાફરોને સતાવતાં તેઓએ ગોધરા રેલવે સ્ટેશન પર બબાલ કરી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર રીઝર્વેશન કોચના મુસાફરોએ ટ્રેન થોભાવીને હોબાળો મચાવ્યો હતો. અને ટ્રેન ચાલુ થયા તો ચેઇન પુલીગ કરી ટ્રેન થોભાવી દેતાં ટ્રેનનો અડધો ભાગ પ્લેટફોર્મની બહાર અને અડધો ભાગ પ્લેટફોર્મ પર રહેતા રેલવે અધીકારીઓએ મુસાફરોને સમજાવવાની કોશિશ કરી હતી.
પરંતુ રોષે ભરાયેલા મુસાફરોએ સ્ટેશન માસ્તરનો ઘેરાવો કર્યો હતો. મુસાફરોએ રીઝર્વેશન કોચમાં જનરલ ટીકીટના મુસાફરો પાસેથી રૂા.400 ફાઇન લઇને રીઝર્વેશન કોચમાં બેસાડયા હોવાનો આક્ષેપ મુસાફરો કર્યો હતો. ત્યારે રેલવે વિભાગે અંવતિકા એકસપ્રેસના એસ-1 થી એસ-8 ના રીઝર્વેશન કોચમાંથી જીઆરપી પોલીસે 50 થી વધુ જનરલ કોચના મુસાફરોને રીઝર્વેશન કોચમાંથી નીચે ઉતારી દેતા મામલો થાળે પડ્યો હતો. આખરે મામલો સમેટાતાં ટ્રેન રવાના કરવામાં આવી હતી.
અમે 4 માસ અગાઉ ટ્રેનનું રિઝર્વેશન કરાવી મુસાફરી કરીએ છીએ ત્યારે અમારી રિઝર્વેશન કોચમાં જનરલ ટીકીટ લઇને મુસાફરો બેસી ગયા હતા. ટીસીએ તેઓની પાસેથી ફાઇન લઇને રીઝર્વેશન કોચમાં બેસાડતાં અમારે ટોયલેટમાં જઇ શકાતું નથી. કિંમતી સામાન સાચવવા રાત્રે જાગવું પડયું હતું. અમે વધારે પૈસા આપીને 4 માસ પહેલા રીઝર્વેશન કરાવ્યું છતાં અમને જનલર કોચ જેવી મુસાફરી રેલવે વિભાગ કરાતા અમે ગોધરા સ્ટેશન પર રજુઆત કરી છે. – આશીષ જૈન, મુસાફર
અવંતિકા ટ્રેનમાં ટીસીએ કોઇ કારણસર રીઝર્વેશન કોચમાં બેસાડી દીધા છે. મુસાફરોથી ટ્રેન અડધી બહાર અને અડધી પ્લેટફોર્મ પર છે. જેથી પાછળ આવતી ટ્રેનો અટવાઇ ગઇ છે. મુસાફરોના હોબાળાને લીધે ટ્રેન અડધો કલાક મોડી થઇ છે. –