ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર પશ્ર્ચિમ એકસપ્રેસ ટે્રન માંથી ૧.૧૨ કરોડ રૂપીયા ઉપરાંતની રકમ સાથે હરીયાણાના ઈસમને રેલ્વે પોલીસે ઝડપ્યો

  • રેલ્વે પોલીસે બે ટ્રાવેલીંગ બેગ માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઝડપી
  • રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરાયેલ ઈસમ આટલી મોટી રકમ કયાં અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરી

ગોધરા,
ગોધરા શહેરના રેલ્વે મથક ખાતે પશ્ર્ચિમ એકસપ્રેસ ટ્રેનમાં ગોધરા રેલ્વે પોલીસ દ્વારા હરીયાણાના એક ઈસમને બે ટ્રાવેલીંગ બેગો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બેગોની તપાસ કરતાં રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી ૧,૧૨,૨૦,૭૫૦ કરોડ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ ઈસમની અટકાયત કરી રોકડ તથા સોના-ચાંદીના દાગીના કયાંથી, કોનો છે તેમજ કયાં લઈ જતો હતો. તેની તપાસ રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા શહેર રેલ્વે સ્ટેશનમાં રેલ્વે પોલીસ દ્વારા સોમવારના રોજ પશ્ર્ચિમ એકસપ્રેસ ટ્રેનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ટ્રેન માંથી પિયુષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ, હરીયાણા રાજ્યના પંચઝોલા સેકટર/૨૧ ને બે ટ્રાવેલીંગ બેગો સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હરીયાણા રાજ્યના ઈસમ પાસેથી પકડાયેલ બે ટ્રાવેલીંગ બેગોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ૭૭,૭૯,૯૦૦/-લાખ રૂપીયા રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના કિંમત ૩૪,૪૦,૮૫૦/-લાખ રૂપીયા મળી ૧,૧૨,૨૦,૭૫૦/- (એક કરોડ બાર લાખ વીસ હજાર સાત સો પચાર ) રૂપીયાના મુદ્દામાલ ગોધરા રેલ્વે પોલીસના પી.એસ.આઈ. આઈ.ઓ.સીટી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ગોધરા રેલ્વે પોલીસ દ્વારા પશ્ર્ચિમ એકસપ્રેસ ટ્રેનમાં હરીયાણા રાજ્યના ઈસમને ૧ કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં રેલ્વે પોલીસ પણ અચરજમાં મુકાઈ હતી. રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ પીયુષભાઈ ગર્ગની પુછપરછ હાથ ધરી છે. આટલી મોટી રકમ કયાંથી કોની છે અને કોને આપવાની હતી. તે દિશામાં હાથ ધરી છે. હાલ રેલ્વે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.