દાહોદ શહેરમાંથી પસાર થતાં દેશના મુખ્ય દિલ્હી-મુંબઈ રૂટ ઉપર ટ્રેનોને 160 કિ.મી.પ્રતિ કલાકની સ્પીડે દોડાવવા માટે રેલ્વેએ “મિશન રફતાર”ની ગતિ વધારી દીધી છે.રતલામ-નાગદા સેકશનમાં કામ પુર્ણાહુતિના આરે ચાલી રહ્યુ છે. હવે રેલ્વે ગોધરા-દાહોદ-રતલામ સેકશન ઉપર ફોકસ કર્યુ છે. તેમાં પણ સોૈથી મોટુ કામ તો ટ્રેનો વીજળીની સપ્લાય કરનારા ટ્રક ઉપર નંખાતી કેબલ એટલે ઓએચઈ(ઓવરહેડ ઈવિવપમેન્ટ)નુ મોડિફિકેશન કરવામાં આવનાર છે. હાલમાં એક ગુણા 25 કેવી ટ્રેકશન સિસ્ટમ ચાલે છે. તેના સ્થાને બે ગુણા 25 ટ્રેકશન સિસ્ટમ કરવામાં આવશે.
જેથી એક સેકશનમાં ચાલતી કેટલીય ટ્રેનોને એક સરખુ પાવર સપ્લાય મળતુ રહે તે માટે ટ્રેકને બંને તરફ લાગેલા વીજળીના પોલ સાથે અન્ય ઉપકરણોને પણ બદલવામાં આવશ. એક સરખા પાવર સપ્લાય માટે સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે.આ માટે રતલામ મંડળના કર્ષણ અને વિતરણ વિભાગ(ટીઆરડી)એ ટેન્ડર પણ બહાર પાડ્યુ છે. તે મુજબ ગોધરાથી રતલામ સુધી આશરે 180 કિ.મી.ના ઓએચઇ સિસ્ટમને વધુ મજબુત બનાવવામાં આવશે. મિશનથી જોડાયેલા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, પહેલા 130 કિ.મી.પ્રતિ કલાકના ટ્રાયલ થશે. ત્યારબાદ ક્રમબદ્ધ 160 કિ.મી.પ્રતિ કલાકની સ્પીડથી ટ્રાયલ થશે.