ગોધરા,
ગોધરા નગરના શહેરી મહોલ્લા તથા જાહેર રસ્તાઓમાં ભુવા પડેલ છે, ખાડા પડી ગયેલ અને રસ્તાઓ તૂટી ગયેલ હોવાથી સમારકામ રીપેર કરવા તેમજ નવિન બનાવવા બાબતે રહિશોએનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.
ગોધરા નગરના પ્રજાજનો તેમજ કોંગ્રેસ પાર્ટી પદાધિકારીઓ તેમજ આગેવાનો એ આવેદનપત્રમાં જણાવ્યું કે, ગોધરા શહેરના વિવિધ ગલી, મહોલ્લા, શેરીઓ અને જાહેર રસ્તાઓમાં ગોધરાના પૂર્વ તથા પશ્ર્ચિમ વિસ્તારમાં મસમોટા ખાડાઓ, ભુવાઓ પડી ગયેલ છે. અને ગોધરાના ઘણા બધા રસ્તાઓ તૂટી ગયેલ છે. અને આ રસ્તાઓ ઉપર ચાલવા ફરવામાં પ્રજાજનો ને તેમજ નગરપાલિકાને અનેક તકલીફો, મુશ્કેલીઓ અને અગવડતા પડે છે. તે હકીકતથી પાલિકા સારી રીતે વાકેફ છે. રસ્તાઓ નાદુરસ્ત હોઈ દિવસ દરમ્યાન ઘણા નાના-મોટા અકસ્માતો થાય છે. તેમજ બિમાર વ્યકિતઓને હોસ્પિટલ પહોંચાડવા ઘણી બધી તકલીફો થાય છે. તેમજ બાળકની ડિલેવરી કેસમાં સગર્ભા મહિલાઓને દવાખાના પહોંચાડવામાં અનેકગણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાજેતરના વરસાદ દરમિયાન ઠેરઠેર ખાડા ભુવા ગાબડા પડી ગયા છે. તેમાં ગોધરા પણ બાકાત નથી. આ ખાડાઓથી મુશ્કેલી દૂર કરવા સરકાર ગ્રાન્ટ આપે છે. કાંતો મરામત માટે સરકાર પાસે નવિન ગ્રાન્ટ મંજૂર કરાવે તે ઈચ્છનીય છે.