ગોધરા, ગોધરા રામસાગર તળાવ ઝુલેલાલ ધાટ પાસે કચરાના ઢગલામાં આગ લાગવાના કારણે બાજુમાં છેલ્લા ત્રણ મહિનાથી બિનવારસી હાલતમાં પડી રહેલી ઈકલ કારમાં આગ લાગી હતી. સ્થાનિક રહિશો દ્વારા ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ગોધરા રામસાગર તળાવના ઝુલેલાલ ધાટ પાસે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બિનવારસી ઈકો ગાડી પડેલ હતી. તેની આસપાસ કચરાનો ઢગલો હોય તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ ઈકો ગાડીને પણ લાગી હતી. લાંબા સમયથી પડેલ ઈકો ગાડીમાં આગ લાગતા સ્થાનિક રહિશો દ્વારા ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાયટરો દોડી આવી પાણીનો મારો ચલાવી ઈકોમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઈકો ગાડીમાં ગેસનો બોટલ હોવાથી બ્લાસ્ટ થવાની સંભાવના હતી પરંતુ સમય સુચકતાને લઈ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવી લેતા અનીચ્છનીય ધટના બની ન હતી. ફાયર બ્રિગેડ દ્વારા લાંબા સમયની બિનવારસી પડેલ ઈકો ગાડીને હટાવી લેવા જાણ કરાઈ છે.