ગોધરાના રામસાગર તળાવની મધ્યમાંં ભગવાન રામની પ્રતિમાના નિર્માણ કાર્ય માટે સવારથી શ્રમિકો અને કારીગરો જતા હોય અને સાંજે પરત ફરતા હોય ત્યારે ગતરોજ મોડી સાંજે શ્રમિકો અને કારીગરોને કિનારે લાવતી બોટનુંં એન્જીન અચાનક બંધ થઈ જતાં શ્રમિકો તળાવની વચ્ચે ફસાયા હતા. આ બાબતની જાણ પાલિકા ફાયર બ્રિગેડને થતાં તાત્કાલીક રેસ્કયુર કરીને શ્રમિકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
ગોધરા શહેરની મધ્યમાંં આવેલ રામસાગર તળાવની ટેકરી ઉપર ભગવાન રામની પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુંં છે. મૂર્તિનું નિર્માણ કરતા કારીગરો અને શ્રમિકો બોટ મારફતે ટેકરી ઉપર જતા હોય છે અને મોડી સાંજે બોટ દ્વારા પરત આવતા હોય છે. ગતરોજ મોડી સાંજે મૂર્તિના નિર્માણ કાર્ય કરતા શ્રમિકો અને કારીગરોને બોટ લઈને પરત ફરી રહી તી. તે સમયે તળાવની વચ્ચે બોટનું એન્જીન બંધ થઈ જતાં શ્રમિકોના જીવ પડીકે બંધાયા હતા. બોટ તળાવની વચ્ચે બંધ થવા અંંગેની જાણકારી પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ફાયટરોની ટીમ તાત્કાલીક રેસ્કયુ હાથ ધરીને તમામ કારીગર અને મજુરોજેન સહીસલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.