- ચીફ ઓફિસર દ્વારા તિરાડવાળી દિવાલ તોડી નવી બનાવવાની સુચનની અવગણના કરીને પ્લાસ્ટર કરાયું.
- છેલ્લા બે વર્ષથી નિર્માણ કાર્ય ચાલવા છતાંં હજુ પૂર્ણ થયં નથી જેમાં સમયમર્યાદાનો ભંગ થવાની સાથે સ્થાનિક લોકો સુવિધાથી વંચિત.
ગોધરા રામસાગર તળાવ કિનારે 17 લાખના માતબર ખર્ચ ડીઝીટલ શૌચાલયનું બાંધકામ જે છેલ્લા બે વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. શૌચાલયની દિવાલો કોલમ બીમ ભર્યા વગર ઉભા કરી દેવામાં આવતા દિવલામાં તિરાડો પડેલ હોવાને લઈ શૌચાલયની દિવાલ તોડીને નવેસરથી બનાવવાની પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા એજન્સીને સુચના આપવા છતાં સુચનાને ધોળીને પી જઈ ખર્ચ બચાવવાના આશયે અને પોતાની નબળાઈ ઢાંકવા માટે કોન્ટ્રાકટરે એ તિરાડને માત્ર પ્લાસ્ટરથી ભરી દેવામાં આવતાં ગુણવત્તા બાબતે અનેક પ્રશ્ર્નાર્થો સર્જાય છે. ત્યારે તિરાડ પડેલ દિવાલ કેટલી ટકશે તે બાબતે સ્થાનિક લોકોમાં શંકા સેવાઈ રહી છે.
ગોધરા રામસાગર તળાવના કિનારે નગરપાલિકા દ્વારા 17 લાખના માતબર રકમથી ડીઝીટલ શૌચાલય ઉભુ કરવામાં આવી રહ્યું છે. આ નવા બનતા શૌચાલયની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. શૌચાલય બનાવવા માટે જે એજન્સીને કામગીરી સોંપવામાં આવેલ હોય તે એજન્સી દ્વારા નવા બનતા શૌચાલયમાં કોઈ કોલમ કે બીમ વગર દિવાલો ઉભી કરી દેવામાં આવી હોય જેને લઈ નવા બાંધકામ ચાલતુ હોય તેવા શૌચાલયની દિવાલોમાં તિરાડો પડતા પાલિકા ચીફ ઓફિસર દ્વારા શૌચાલય બાંધકામ કરતી એજન્સીને જે દિવાલમાં તિરાડો પડી છે, તે દિવાલને તોડી નવેસરથી દિવાલો ઉભી કરવા સુચના કરવામાં આવ્યુ હતું. તેમ છતાં નવા ડિઝીટલ શૌચાલયનુ બાંધકામ કરતી એજન્સી દ્વારા પાલિકા ચીફ ઓફિસરની સુચના અવગણી હોય તેમ લાગી રહ્યું છે. કારણે જયારે શૌચાલયના બાંધકામમાં ટેકનીકલ ભુલને લઈ હજુ કામ ચાલુ છેે. તે પહેલા દિવાલમાં તિરાડ પડી હોય ત્યારે તિરાડવાળી દિવાલ તોડીને નવેસરથી દિવાલ ઉભી કરવાનુ જણાવેલ હોય તેમ છતાં બાંધકામ કરતી એજન્સી દ્વારા તિરાડોવાળી દિવાલને પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું છે.
કે, સ્થાનિક લોકોના ધ્યાને તિરાડ આવતાં રજુઆત બાદ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને આવી તકલાદી કામગીરી જોવા મળતાં આ ક્ષતિગ્રસ્ત દિવાલને તોડીને નવેસરથી ચણતર કરવાની સુચના આપવામાં આવી હતી. તેમ છતાં મુખ્ય અધિકારીની સુચનાની અવગણના કરીને મનમાની કરીને તેના ઉપર સીમેન્ટ પ્લાસ્ટક કરી દેવામાં આવતાંં ગુણવત્તા બાબતે સ્થાનિક લોકોને શંકા પ્રર્વતી છે. એટલું જ નહી આ પ્રકારે વેઠ ઉતારવું અને તકલાદી કામગીરી કરીને શૌચાલયના બાંધકામમાં થયેલ ભ્રષ્ટાચારની સીધી ચાડી ખાઈ રહ્યો છે. માતબર રકમથી બાંધકામ થતાં શૌચાલયના કામમાં નિતી નિયમો વગર આડેધડ બાંધકામ કરી દેવામાં આવતા દિવાલોમાં તિરાડ પડેલ હોય આ બાબતે એજન્સીનું ઘ્યાન દોરવા છતાં પ્લાસ્ટર કરીને શૌચાલયનું બાંધકામ પુરુ કરવામાં આવી રહ્યું છે. શૌચાલયનું બાંધકામ ચાલુ હોય અને દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે. ત્યારે આવા તકલાદી બાંધકામ વાળુ તેમાં પણ તળાવના કિનારે આવેલ શૌચાલય કેટલા વર્ષો સુધી ટકી શકશે તેવા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે.