ગોધરા નગરમાં રામસાગર તળાવના બ્યુટીફિકેશન માટે તળાવમાં વધુ પુરણ કરી વોક-વે બનશે : તળાવના ભાગે લંબાવેલ દુકાનોના દબાણો દુર કરવાની જગ્યાએ વધારે પુરણ.

ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવની ફરતે ચારે બાજુ પાલિકા શોપીંગ સેન્ટર બનાવેલ છે. તેમાં પણ ગોધરા પાલિકાના સત્તાધિશો દ્વારા સમયાંતરે પાલિકા શોપીંગ સેન્ટરના દુકાનદારો પાસેથી વિકાસફાળાના નામે નાણાં ઉધરાવી લીધા હતા અને પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનોને તળાવની અંદરની તરફ લાંબી કરવા છુટ આપવામાં આવી હતી અને હાલ શોપીંગ સેન્ટરની મોટાભાગની દુકનો તળાવના અંદર ભાગે દબાણ કરી દેવામાં આવ્યું છે. ગોધરા નગર પાલિકા પાલિકા દ્વારા રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રામસાગર તળાવના બ્યુટીફિકેશનના નામે તળાવનું પુરણ કરીને વોક-વે બનાવવામાં આવી રહ્યો છે.

  • બ્યુટીફિકેશન માટે શોપીંગ સેન્ટરની તળાવના ભાગે લંબાવેલ દુકાનોના દબાણો દુર કરવાની જગ્યાએ વધારે પુરણ.
  • રામસાગર તળાવના બ્યુટીફિકેશન માટે જો પુરણ કરાશે તો તળાવ નામશેષ થશે ?

ગોધરા નગર પાલિકા દ્વારા નગરની મધ્યમાં આવેલ રામસાગર તળાવને ચારે બાજુ પાલિકા શોપીંગ સેન્ટર બનાવીને ઢાંકી દેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા રામસાગર તળાવનું બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. રામસાગર તળાવની અંદરના ભાગે બ્યુટીફિકેશન અંતર્ગત વોક-વે બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે તળાવનું પુરણ કર્યા વગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો જે તળાવની તરફ વિકાસફાળો લઈને લંબાવી દેવામાંં આવી છે. તે વધારાના ભાગને તોડીને તવાળની અંદરના ભાગે સમયાંતરે વોક-વે બનાવવાનો થતો હોય છે. પરંતુ પાલિકા સત્તાધિશોને જાણ રામસાગર તળાવનું નામોનિશાન મીટાવી પાલિકા દેવાનો ઈરાદો રાખી રહ્યા છે અને હાલમાં રામસાગર તળાવની ફરતે લાલબાગ ટેકરી વિસ્તારમાં મુકેશ કંગન સ્ટોર થી નગર પાલિકા સુધી બ્યુટીફિકેશન અંતર્ગત વોક-વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં તળાવમાં પુરણ કરીને વોક-વે બનાવવામાંં આવી રહ્યો છે. ગોધરા નગરની મધ્યમાં આવેલ શાન સમાન રામસાગર તળાવનું બ્યુટીફિકેશન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે,પરંતુ જ્યારે વોક-વે બનાવવા માટે તળાવમાં પુરણ કરીને જે કામગીરી કરાઈ રહી છે. તેને લઈ ગોધરાના નગરજનોમાંં પાલિકા સત્તાધિશોની મનશા ઉપર સોહ વ્યકત કરી રહ્યો છે. જ્યારે રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો આપેલી છે.

તેમાં પણ પાલિકાના વખતોવખતના સત્તાધિશો દ્વારા વિકાસફાળો લઈને પાલિકા શોપીંગ સેન્ટરની નિયત કરેલ દુકાનોને તળાવની અંદરના ભાગે લંબાવી દેવાની છુટ આપવામાંં આવી હતી અને હાલમાં પાલિકાના મુળ શોપીંગ સેન્ટરની જગ્યાએ મોટાભાગની તળાવની ફરતે આવેલ દુકાનો તળાવના અંદરના ભાગે 10 ફુટ જેટલી લંબાવી દેવામાં આવી છે. પાલિકા તંત્રને રામસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવા માટે પાલિકા શોપીંગ સેન્ટરની તળાવના ભાગે વધારાનું દબાણ કરવામાં આવેલ દુકાનોને તોડીને બનાવવાની થતી હોય છે પરંતુ પાલિકા સત્તાધિશો આમ નહિ કરી તળાવમાંં હજી વધુ પુરણ કરીને વોક-વે બનાવવા જઈ રહી છે. ત્યારે શું શોપીંગ સેન્ટરની દુકાનો જે તળાવના ભાગે લંબાવવામાં આવેલ છે. તેવા દુકાનદારોને તળાવની અંદરના ભાગે દુકાનનો સ્પેસ આપવા જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગોધરાના રામસાગર તળાવના બ્યુટીફિકેશન કરવા માટે તળાવનું વધુ પુરણ કરીને નામશેષ કરવાની મનશા સામે નગરજનોમાં પાલિકા તંત્રની કાર્યશૈલી સામે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.