ગોધરામાં રામસાગર તળાવને બ્યુટીફીકેશન કરવા ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા સરકારમાંથી .4.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી રામસાગર ફરતે વોક વે, બેસવાની વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટઓ સુવીધાઓ ઉભી કરવા ખર્ચ કરાશે. પાલિકા દ્વારા રામસાગર તળાવનું બ્યુટીફીકેશન કરીને ગણેશ મહોત્સવમાં મુર્તીના વિર્સજનની અલગથી વ્યવસ્થા પણ બનાવાશે. તળાવનું બ્યુટીફીકેશન કરવાની શહેરની રોનક બદલાઇ જરો. અધતન સૂવિધા સાથે બ્યુટીફીકેશન માટે પાલીકા ટેન્ડરીંગ પ્રક્રીયા હાથ ધરી છે.પાલીકા દ્વારા બ્યુટીફીકેશનનું ટેન્ડર બહાર પાડીને એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. 2023માં બ્યુટીફીકેશન પુર્ણ કરવા પાલીકા તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે પાલિકા દ્વારા 10 કરોડના ખર્ચે નવીન રોડ બનાવાશે. જેથી શહેરીજનોને પડતી તકલીફો દુર થશે. તેમ જ સરદાર નગર ખંડનારીનોવેશનની કામગીરી પણ નવા વર્ષમાં ચાલુ કરીને પુર્ણ કરવામાં આવશે. શહેરના ભૂરાવાવ વિસ્તારમાં નવીન રૂા.5 કરોડના ખર્ચે નવીન ટાઉન હોલ બનવીને શહેરને ભેટમા આપશે. રામસાગર તળાવના બ્યુટીફીકેશન સાથે બગીચાનું પણ રૂા.5 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. ત્યારે નવા વર્ષમાં તળાવનુ બ્યુટીફીકેશન, નવીન રસ્તાઓ, નવીન ટાઉન હોલ સહીતની સુવીધાઓ પાલિકા ઉભી કરીને શહેરીજનોને ભેટ આપશે.
તળાવની વચ્ચે બેટપર શ્રી રામની મૂર્તિ મૂકાશે
રામસાગર તળાવના બ્યુટીફીકેશનમાં તળાવને લાઇટીંગની સુવિધા સાથેનો 890 મીટર વોક વે બનાવાશે. તળાવની વચ્ચે આવેલ બેટ પર વિવિધ પ્રકારની લાઇટો મુકીને ભગવાન શ્રી રામની મોટી મુર્તી મુકાશે . સિનીયર સીટીઝન માટે વોક વે પર ચાલવાની સુવિધા સાથે બેઠકની સુવિધાઓ ઉભી કરાશે.
રામસાગર તળાવનું બ્યુટીફીકેશનનો વર્ક ઓર્ડર એજન્સી આપી દેવાયો છે. 20 મી જાન્યુઆરી બાદ રામસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ શરૂ કરવામાં આવશે.