- પાલિકા શોપીંંગ સેન્ટરના દુકાનદારોને તત્કાલીન સત્તાધિશો મરજી મુજબ તળાવના ભાગે દુકાનોની લંંબાઈ વધારવા મંજુરી અપાઈ તે નડી રહી છે.
- રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન માટે તળાવમાંં વધારાનુંં પૂરણ કરાશે કે પછી વધારાનો ભાગ દુર કરાશે.
- પાલિકા હવે દુકાનદારોનું હિત જોશે કે નગરજનો તે જોવું રહ્યું.
ગોધરા,
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે. તળાવની ફરતે વોક-વે બનાવીને સુંંદર વાતાવરણ ઉભું કરવાના અભિગમ સાથે યોજનાની અમલવારી થનાર છે. ત્યારે નગરજનોમાં એક પ્રશ્ર્ન ઉદ્દભવી રહ્યો છે તળાવની ફરતે આવેલ પાલિકા શોપીંગ સેન્ટરની દુકાનો જે નિયત ધારાધોરણની બનાવવામાં આવી હતી અને પાછળથી પાલિકાના સત્તાધિશોએ પોતાની મનમાની મુજબ પાલિકામાં વિકાસ ફાળાના નામે ઉધરાણી કરીને દુકાનોની તળાવની અંદરની તરફ 10 થી 15 ફુટ લંબાવી દેવામાં આવી છે. તે રામસાગર તળાવની ફરતે બ્યુટી ફિકેશનની કામગીરી કરતી વખતે તે દુર કરવામાં આવશે કે આવી લંબાઈ ધરાવતી દુકાનોના ભાગ છોડી તળાવનું વધારાનું પૂરણ કરીને બ્યુટીફિકેશન હાથ ધરાશે તે ચર્ચાઓ જોર પકડયું છે.
ગોધરા શહેરની મધ્યમાંં રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટર ઉભું કરીને તળાવને ચારે તરફથી ઢાંકી દેવામાં આવ્યું છે. જેને લઈ નગરની મધ્યમાં આવેલ તળાવની શોભા ધટી છે. હાલમાં ગોધરા પાલિકા દ્વારા રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરનાર છે. તળાવની ફરતે વોક-વે બનાવીને નગરજનોને તળાવની ફરતે સુંદર કુદરતી વાતાવરણનો નજારો ઉભો કરવા આવનાર છે. રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરને લઈ માત્ર હોળી ચકલા ચબુતરા તરફનો એકમાત્ર ભાગ ખુલ્લો છે. તે જે સમયે પાલિકા સત્તાધિશો દ્વારા કોઈપણ કારણોસર શોપીંગ સેન્ટર ઉભુંં કરવામાં આવ્યું હોય પરંતુ ત્યારબાદ વર્ષો વરસ પાલિકાના સત્તાધિશો પોતાની મન મરજી મુજબ પાલિકા શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદારો સાથે સાંંઠગાંઠ અને આંતરીક સંબંધોના આધારે દુકાનદારોને તળાવની અંંદરના ભાગે 10 થી 15 ફુટ દુકાનો લંંબાઈ વધારવા માટે વિકાસ ફાળાના નામે ઉધરાણું ચલાવીને તળાવ અંંદર તરફના ભાગે પૂરણ કરાવીને લંબાઈ વધારી દેવામાં આવી છે. હવે જ્યારે રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી કરોડો રૂપીયાના ખર્ચ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી માટે કેવા ધારા ધોરણોથી અમલવારી કરાશે કેમ કે રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટર આવેલ છે. તેમાં પણ પાલિકા શોપીંગ સેન્ટરની મુળ દુકાનોના સ્થાને મોટાભાગની દુકાનો તળાવના અંદરના ભાગે લંંબાઈ વધારી દેવામાં આવી છે. જો બ્યુટીફિકેશન કામગીરી કરવામાં આવશે. ત્યારે જે દુકાનોની લંબાઈ વધારી દેવામાંં આવી છે. તેવી વધારાની તળાવના અંદરનો ભાગ તોડી નાખવામાં આવશે કે પછી લંબાઈ ધરાવતી દુકાનોને બચાવવા માટે વધારાની લંબાઈ ધરાવતી દુકાનો છોડીને તળાવનું વધારે પૂરણ કરીને બ્યુટીફિકેશન કામ કરવામાં આવશે. તેવા અનેક પ્રશ્ર્નો નગરજનોમાં ઉદ્દભવી રહ્યા છે. હવે જોવાનું રહે કે પાલિકા અધિકારીઓ અને સત્તાધિશો બ્યુટીફિકેશન કામગીરી માટે કેવા પ્રકારની નીતિ અખત્યાર કરે છે.