ગોધરા, ગોધરા શહેર રામેશ્વર નગર સોસાયટીના રહિશો દ્વારા પ્રાથમિક સુવિધાઓના બનાવને લઈ પાલિકા કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો.
ગોધરા શહેર પાલિકા વિસ્તારમાં આવતાં રામેશ્ર્વર નગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓમાં સાફસફાઈના અભાવે ચોમાસની સીઝન વરસાદને લઈ વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા નથી. જેને લીધે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ભુર્ગભ ગટર લાઈન ઉભરાઈ રહી છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે અવારનવાર પાલિકામાં રજુઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી કરતી ન હોય જેને લઈ મહિલાઓ એકઠી થઈને પાલિકા કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કરી વિરોધ વ્યકત કર્યો હતો.