ગોધરા રામસાગર તળાવમાં માછલી જાળમાં કુતરું ફસાતા ફાયર ટીમે રેસ્કયુ કરી કુતરાને બચાવ્યું

ગોધરા, ગોધરા શહેરમાં આવેલા રામસાગર તળાવની કિનારા પાસે એક ઝાડની ડાળી ઓની વચોવચ માછલીની જાળમાં એક કૂતરૂં ફસાયેલી હાલતમાં લટકી રહ્યાની વર્દી ગોધરા ફાયર બ્રિગેડને મળી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઝાડની ડાળી ઓની વચોવચ

લટકી રહેલા કુતરાનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ માછલીની જાળમાં ફસાયેલા કુતરાને જાળમાંથી કાઢી આબાદ રીતે બચાવી લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક 1962 કરૂણા એમ્બ્યુલન્સની ટીમને સોંપવામાંઆવ્યો હતો.

આજરોજ ગોધરા શહેરના રામસાગર તળાવમાં એક કૂતરૂં ઝાડની ડાળી વચ્ચોવચ માછલીની જાળમાં ફસાઈ ગયેલ છે તેવો કોલ સ્થાનિકો દ્વારા ગોધરા ફાયર બ્રિગેડને કરવામાં આવ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલાકોની જેમત બાદ કુતરા અને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962 કરૂણા એમ્બ્યુલન્સ ને સોંપવામાં આવ્યું હતું. જ્યાં કૂતરાને મોઢાના પગના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.અને ત્યારબાદ કરૂણા એમ્બ્યુલન્સ કૂતરાને સહી સલામત જીવદયા ખાતે લઈ જવામાં આવ્યું હતું.

આમ, ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીને ગોધરાની જનતાએ બિરદાવી હતી. કારણ કે, ફાયર બિગેડની ટીમ આગજન્ય બનાવો સાથે સાથે આવા દિલધડક રેસક્યું કરીને પણ અબોલ પક્ષી પશુઓને બચાવવાની કામગીરી કરતા જીવદયા પ્રેમીઓએ તેમની કામગીરીના વખાણ કર્યા હતા.