ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશનમાં મેમુ ટ્રેન નં.-9131માં ગાર્ડના કોચની આગળના કોચમાં 38 વર્ષિય અજાણી મહિલા બેહોશ અવસ્થામાં પરેલ હોય જેની જાણ સ્ટેશન માસ્ટરને કરતા 108 મારફતે સિવિલમાં લઈ જવાઈ હતી. જયાં અજાણી મહિલા મૃત જાહેર કરેલ હોય આ બાબતે ગોધરા રેલ્વે પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી તેના વાલી વારસોની તપાસ હાથ ધરી હતી.
વિસ્તૃત માહિતી પ્રમાણે ગોધરા રેલ્વે સ્ટેશશ માસ્ટરનો મેમુ ટ્રેન નં.-9131માં ગાર્ડના કોચના આગળના કોચમાં અજાણી મહિલા (ઉ.વ.38)બેહોશ અવસ્થામાં હોવાની જાણ કરવામાં આવતા સ્ટેશન માસ્ટર દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી બેભાન અવસ્થામાં મળેલ અજાણી મહિલાને સારવાર અર્થે ગોધરા સિવિલમાં લઈ જવાઈ હતી. ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. અજાણી મહિલાના વાલી વારસો મળી નહિ આવતા ગોધરા રેલ્વે પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે ગુનો નોંધી મહિલાના વાલી વારસોની તપાસ હાથ ધરી છે.