ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન ચુકી જતાં એમ.પી.ના 10 દર્દીઓ રઝળ્યા

હાલોલ તાજપુરા ખાતે આવેલા નારાયણ હોસ્પિટલમાં મઘ્યપ્રદેશના નાગદા, ઉજજૈન, રતલામ, મનસોૈર, હાલોલ, જેવા અલગ અલગ ગામોમાંથી આંખની સારવાર માટે 60 થી વધુ લોકો આવેલા હતા. આંખની સારવાર બાદ દર્દીઓને રજા આપવામાં આવતા હોસ્પિટલની બસમાં બેઠેલા મઘ્યપ્રદેશના તમામ દર્દીઓ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે મુકવા આવેલ હતી. પરંતુ બસ મોડી આવતા સવારે 11 વાગ્યે અમદાવાદ-ગોરખપુર એકસપ્રેસ ટ્રેન ચુકી જતા તમામ દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. દર્દીઓમાં મહિલાઓ અને બાળકોની દયાજનક સ્થિતિ ઉભી થવા પામેલ હતી. ટ્રેન ચુકી જતાં દરેકને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફર ખાનામાં રોકાવવા માટે મજબુર બન્યા હતા.