ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્ન નં.-2 પર રખડતા શ્વાનો થી મુસાફરો પરેશાન

ગોધરા શહેરમાં પાછલા ધણા સમયથી રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ધણા એવા વિસ્તારો છે કે જયાં લોકો હવે ધરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. ગત માસમાં શહેરમાં અનેક લોકોને કરડવાના બનાવો પણ બનવા પામેલ હતા. હવે રખડતા શ્વાનો એ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે આતંક મચાવ્યો છે. જેને લઈને મુસાફરો ભયભીત થઈ જવા પામેલ છે.

ગોધરા શહેરના રેલ્વે સ્ટેશ ખાતે ગત સાંજના સમયે પ્લેટફોર્મ નં.-2 પર 15થી વધુ રખડતા શ્વાનો એ ચીસાચીસ કરી મુકી હતી. પ્લેટફોર્મ નં.-2 પર દિલ્હી તરફ જતી એકસપ્રેસ ટ્રેનોમાં જવા માટે મુસાફરોની સંખ્યા વધુ હોવાથી મુસાફરો ભયભીત બન્યા હતા. વધુમાં પ્લેટફોર્મ નં.-1 પરથી બનાવવામાં આવેલ ફુટ ઓવરબ્રિજ પર શ્વાનો ચઢી જતાં લોકોની અવર જવર બંધ થઈ જવા પામેલ હતી.