ગોધરા,ગોધરા શહેરમાં જિલ્લાનુ સોૈથી મોટુ રેલ્વે સ્ટેશન આવેલુ છે. સ્ટેશન ખાતે યાત્રીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રેલ્વે તંત્ર દ્વારા પ્લેટફોર્મ નં.-1 અને 2 પર એલિવેટર લિફટ મુકવામાં આવેલ છે. જેથી યાત્રીઓને અન્ય પ્લેટફોર્મ પર જવા માટે સુવિધા મળી રહે અને લાંબા ચકકર લગાવવા ના પડે પણ લિફટ ચાલુ કર્યા બાદ અનેકવાર ખોટકાવવાના બનાવો બનતા યાત્રીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેથી ફરી લિફટના દરવાજામાં ખામી સર્જાતા ફરી એક વખત લિફટને સદંતર બંધ કરી દેવામાં આવતા યાત્રીઓને બીજા પ્લેટફોર્મ ખાતે જવા માટે ફુટ ઓવર બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડેલ હતી.યાત્રીઓને ભારે સામાન ઉંચકીને જવાની ફરજ પડતા સ્ટેશન ખાતે યાત્રીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. લીફટના દરવાજા પર યાંત્રિક ખામીને કારણે લિફટ બંધ છે. તેવુ બોર્ડ મારી દેવામાં આવેલ હતુ. રેલ્વે તંત્રના અધિકારીએ વધુમાં જણાવ્યુ હતુ કે,લિફટની રિપેરીંગ માટે કારીગર બહારથી આવતા હોય છે. જે આવતીકાલ સુધી આવી જશે અને ફરી લિફટ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.