ગોધરા રેલ્વે સ્ટેશનમાં લિફટ ખોરવાતા મુસાફરો સામાન ઉંચકી બ્રિજ ઉપરથી જવા મજબુર

ગોધરા ખાતે જિલ્લાનુ સોૈથી મોટુ રેલ્વે સ્ટેશન આવેલ છે. સ્ટેશન ખાતે રોજબરોજ અસંખ્ય લોકો સુપરફાસ્ટ ટ્રેનોની સ્ટોપેજ આપેલ હોવાને કારણે યાત્રાનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે રેલ્વે તંત્ર દ્વારા યાત્રિઓની સુવિધા માટે એલિવેટર લિફટ મુકવામાં આવેલ છે. પ્લેટફોર્મ નં.-1 પર પાછલા ધણા સમયથી છાશવારે લિફટ ખોટકાય છે. જેને લઈને તંત્રને વારંવાર લિફટ બંધ છે ના બોર્ડ મારવાની ફરજ પડતી હોય છે. લિફટ બંધ હોવાના કારણે દુરદુરથી આવતા યાત્રિઓને ભારે સામાન ઉંચકીને જવાની ફરજ પડી રહી છે. જયારે અનેક મુસાફરો ઓવરફ્રુટ બ્રિજનો લાંબો ચકકર લગાવવો ના પડે તે માટે રેલ્વે ટ્રેક પરથી સામાન ઉંચકીને અવર જવર કરવા મજબુર બન્યા છે. જેને લઈને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.