ગોધરા રેલ્વે સ્ટેશનમાં ઈન્દોર-પૂના ટ્રેનના જનરલ ડબ્બામાં એકસ્યુન્ટન બોટલ ખુલી જતાં મુસાફરોમાં દોડધામ એક મુસાફરને સામાન્ય ઇજાઓ

ગોધરા,ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર આવેલ ઈન્દોર-પૂના ટ્રેનના જનરલ ડબ્બામાં ઈમરજન્સી સમયે આગને કાબુમાં લેવા માટે મુકવામાં ફાયર એકસ્યુન્ટન બોટલ મુસાફરનો પગ વાગતાને લઇ ખુલી જતા ડબ્બામાં બેઠેલ મુસાફરોમાં દોડધામ મચી જતાં એક મુસાફરને ઇજાઓ પહોંચી જવા પામી હતી.

ગોધરા રેલ્વે મથક મુંબઈ-દિલ્હીને જોડતા જંકશન સ્ટેશન હોય ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ઈન્દોર થી પૂના તરફ જતી ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે જનરલ ડબ્બામાં કોઇ આકસ્મિક આગની ધટનામાં આગ ઉપર કાબુ મેળવવા માટે એકસ્યુન્ટન બોટલ મુકેલ હતો. આ બોટલને કોઇ મુસાફરનો પગ વાગવાને એકસ્યુન્ટન બોટલ ખુલી જતાં ડબ્બામાં સવાર મુસાફરોમાં દોકધામ મચી જવા પામી હતી. જેને લઈ એક મુસાફરને સામન્ય ઈજાઓ થઈ હતી. ધટનાની જાણ થતાં રેલ્વે વિભાગ દ્વારા બોટલને બહાર કાઢીને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ નહિ થતાં રેલ્વે વિભાગને હાશકારો થયો હતો.