ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં મુસાફરોની સામાનની ચોરી કરતાં પકડાયેલ આરોપીના જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા,ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે 1 નવેમ્બરના રોજ જયપુર-બાન્દ્રા ટ્રેનન ચાર ઈસમો ચડી ગયેલ અને કોચ નં.બી/04 માંથી ચાર આરોપીઓ બે લેડીઝ પર્સ ચોરી ભાગવા જતા આરોપી મોહસીન સુલેમાન મીઢી પકડાયેલ ગયો હતો. રેલ્વે પોલીસના ચોરીના ગુનાના આરોપીને કોર્ટમાં જામીન અરજી કરતાં ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવી છે.

ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે તા.1 નવેમ્બર 2023ના રોજ રાત્રીના 2.15 વાગે જયપુર-બાન્દ્રા ટ્રેનના કોચ નં. બી/04માં બેસીને વડોદરા આવતા હતા. ત્યારે ગોધરા સ્ટેશન પાસે ગાડી ઉભી રહેતી હતી. ત્યાર ઝાડીઓમાંથી ચાર ઈસમો ટ્રેનના કોચ નં. બી/04માં ચડી ગયેલ હતા અને આરોપી મોહસીન સુલેમાન મીઢી (રહે. ગોયા મહોલ્લા, ગોધરા) બે લેડીઝ પર્સ ચોરી ભાગવા જતા પકડાઈ ગયો હતો. ત્યારે ત્રણ ઈસમો નાશી છુટીયા હતા. આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ દ્વારા ઈ.પી.કો. કલમ 379-એ(3)114 મુજબ ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી હતી. ચોરમાં પકડાયેલ આરોપી મોહસીન સુલેમાન મીઢી કોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સી જજની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરેલ અરજી કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોરની દલીલોને ધ્યાનમાં લઈ આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ હતી.