
ગોધરા, ગોધરા વેસ્ટન રેલ્વે તેમજ રોટરી કલબ હિતાંશી ફાઉન્ડેશન સંયુકત ઉપક્રમે ગોધરા રેલ્વે હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા રેલ્વે હોસ્પિટલ ખાતે યોજવામાં આવેક રકતદાન કેમ્પ રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વેસ્ટન રેલ્વેના ચીફ ફાર્મસી જયદીપ સોની, ઈસ્માઈલ ફોદા,રોહન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.આજરોજ યોજાયેલ રકતદાન શિબિરમાં પ્રથમ વખત 60 જેટલા મુસ્લીમ યુવાનો તેમજ રેલ્વેના કર્મચારીઓ દ્વારા રકતદાન કરાયું.