ગોધરા,
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પશ્ર્ચિમ વિભાગના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર સહિતની ટીમે ગોધરા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાર્તા લાપ કરવામાં આવ્યો હતો અને રેલ્વેની સુવિધામાં કઈ રીતે વધારો કરી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. સાથેે સાથેે રેલ્વે સ્ટેશન ઉપર સુવિધાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
આ વખતે ગોધરા શહેરની અલગ અલગ મુસ્લિમ સંસ્થાઓ અને સમાજના આગેવાનો દ્વારા પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને આવેદન પાત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગોધરા સિગ્નલ ફળીયા રેલવે સ્ટેશન પાસેના ગળનારા નંબર 102/એ માં આવતું ડ્રેનેજનું ગંદુ પાણી બંધ કરી પાકો રસ્તો બનાવવામાં આવે તેમ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ રસ્તો બ્રિટિશ સમય થી અત્યાર સુધી જિલ્લા અને તાલુકા અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોના ગામોને ગોધરા શહેરને જોડતો તેમજ શહેર ના 70 ટકા લોકોના ધંધા રોજગાર માટે અવાર જવર કરતો તેમજ યાત્રાધામ ડાકોર , પાવાગઢ યાત્રાળુઓને અવર જવર કરતો મુખ્ય માર્ગ હોવાથી વહેલી ટકે નિરાકરણ લાવવા ની રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે રેલ્વે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારનો સુધારો કરવામાં આવે તેમજ લાઈટ તેમજ સી.સી.ટી.વી. કેમેરા થી સજ્જ કરવામાં આવે જેનાથી મુસાફરો ને મુશ્કેલીઓ ના પડે તેમજ હાલ સ્ટેટ બેન્ક એ.ટી.એમ. ની બાજુમાં આવેલ જૂનો રોડ શરૂ કરવામાં આવે તેમજ કોરોના દરમિયાન બંધ થયેલ ટ્રેનો ફરી શરૂ કરવામાં આવે તેમજ શહેરા ભાગોળ (એલ.સી.4) ફાટક ઉપર અંડરપાસની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય તે કામગીરીતાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી રજૂઆત ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ પંચ (શૂરા), દારૂસસુલાહ વલ ખૈર ગોધરા, AIMIM પંચમહાલ ગોધરા શહેરના સામાજિક કાર્યકરો, વકીલો વગેરે એ રજૂઆત કરી હતી.