ગોધરા,ગોધરા રેલ્વે સ્ટેશનને અમૃત રેલ્વે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે કોરોનાકાળ રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનો શરૂ કરવામાં આવી પરંતુ ગોધરા સ્ટેશન ખાતે 12247 બાંદ્રા-નિઝામુદ્દીન, 12909-નિઝામુદ્દીન ગરીબ રથ, 22969 ઓખા-બનારસ, 15635-ગુવાહટી એકસપ્રેસ, 22901 બાંદ્રા-ઉદયપુર, 19575 ઓખા-નાથદ્વારા, 19421 અમદાવાદ-પટના, જે હાલ ગોધરા રેલ્વે સ્ટેશન ઉભી રહેતી ટ્રેનોના સ્ટોપેજ રદ કરવામાં આવ્યા છે. તે ટ્રેનોના સ્ટોપેજ પૂન: શરૂ કરવાની માંગ સાથે ગોધરાના સામાજીક કાર્યકર સંજયભાઇ ટહેલ્યાણી દ્વારા ડી.આર.એમ.વડોદરાને લેખિત રજુઆત કરાઈ.