ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશનના અમૃત ભારત સ્ટેશન જાહેર કરવામાંં આવ્યા બાદ સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ ઉપર સાફ-સફાઈ માટેના કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. તેમ છતાં પ્લેટ ફોર્મ નંબર 3,4 અને 5માં સાફ-સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે.
ગોધરા રેલ્વે સ્ટેશનને અમૃત ભારત રેલ્વે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રેલ્વે સ્ટેશનના તમામ પ્લેટ ફોર્મની સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકવામં આવ્યો છે. જેમાં સફાઈ કર્મીઓ ત્રણ પાળીમાં સાફ-સફાઈ કરવાની થતી હોય છે. તેમજ રેલ્વે સ્ટેશનની સાફ-સફાઈનુંં મોનીટરીંંગ સ્ટેશન માસ્તરને કરવાનુંં થતુંં હોય છે. તેમ છતાં રેલ્વે સ્ટેશનમાં સાફ-સફાઈનો કોન્ટ્રાકટ મેળવનાર કોન્ટ્રાકટર અને સ્ટેશન માસ્તર વચ્ચેની સાંઠ-ગાંઠમાં કોન્ટ્રાકટર દ્વારા સાફ-સફાઈમાં બેદરકારી દાખવી રહ્યા છે. થોડા દિવસો પહેલા રેલ્વે સ્ટેશન માંંથી સાફ-સફાઈ બાદ ભેગા થતાં કચરાનો નિકાલ કરવાની જવાબદારી કોન્ટ્રાકટરની થતી હોવા છતાં રેલ્વે સ્ટેશન બહાર કચરાનો ઢગલો કરવામાંં આવ્યો હતો. ત્યારે હવે રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 3,4 અને 5 માંં સાફ-સફાઈનો અભાવ જોવા મળ્યો છે. રેલ્વે સ્ટેશનમાંં ત્રણ પાળીમાં સ્વચ્છતા માટે 27 જેટલા સફાઈ કર્મીઓ મુકવામાં આવ્યા હોવા છતાં સફાઈ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. જેમાં પ્લેટ ફોર્મ નંબર 3,4 અને 5માં સાફ-સફાઈ નહિ કરવામાં આવતા કચરો જોવા મળી રહ્યો છે. જ્યારે ગોધરા રેલ્વે સ્ટેશન માસ્તર દ્વારા રેલ્વે સ્ટેશનના દરેક પ્લેટફોર્મની સફાઈ કામગીરી માટે સુચનો કરે તો સાચા અર્થમાં રેલ્વે સ્ટેશનની સ્વચ્છતા જળવાઈ રહેશે.