ગોધરા રેલ્વે પોલીસ હદના ડેરોલ-ખરસાલીયા વચ્ચે અપ જયપુર-બાંદ્રાની અડફેટમાં 60 વર્ષીય વ્યકિતનું મોત

ગોધરા,ગોધરા-વડોદરા રેલ્વે લાઈન ઉપર ડેરોલ અને ખરસાલીયા સ્ટેશન વચ્ચે 60 વર્ષીય આશરાના અજાણ્યા હિન્દુ વ્યકિત અપ જયપુર-બાંદ્રા એકસપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતાં મરણ ગયેલ હોય મૃતદેહને પી.એમ. અર્થે કાલોલ રેફરલમાં ખસેડવામાંં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-વડોદરા રેલ્વે લાઈન ઉપર ડેરોલ અને ખરસાલીયા રેલ્વે પોલીસ સ્ટેશન વચ્ચે ડી.મી.નં.447/01-03ની વચ્ચે ટ્રેન નં.12980 અપ જયપુર-બાંદ્રા એકસપ્રેસ ટ્રેનની તા.18 જુન 2024ના રોજ 60 વર્ષીય આશરાનો હિન્દુ વ્યકિત અડફેટમાં આવેલ હોય ટ્રેનની અડફેટમાં આવેલ અજાણ્યા વ્યકિતને માથા અને શરીરના ભાગે ગંંભીર ઈજાઓ થતાં મરણ ગયેલ હોય મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ મથકે સી.આર.પી.સી.174 હેઠળ ગુનો નોંધેલ છે અને અજાણ્યા મૃતક વ્યકિત ઉ.વ.60મધ્યમ બાંધો, ધઉં વર્ણ, શરીરે લાલ કલરનું સફેદ-કાળી લીટીવાળુંંં શર્ટ, કોફી કલરનું પેન્ટ પહેરેલ છે. હાથમાં પીળાધાતુંની વીટીં પહેરેલ છે. મરણજનાર વાલીવારસોએ ગોધરા રેલ્વે પોલીસનો સંંપર્ક કરવો.