
ગોધરા, ગોધરા રેલ્વે હત્યાકાંડમાં આજીવન કેદની સજા કાપતા આરોપી છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કોર્ડને મળેલ બાતમીના આધારે લીમખેડા ખાતેથી ઝડપી પાડી બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-2002 રેલ્વે હત્યાકાંડના કેશમાં આરોપી કાસીમ અબ્દુલ સત્તાર ગાજી ઉર્ફે કાસીમ બિરીયાની (સીગ્નલ ફળીયા) જે અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદ સજા ભોગવતો હોય અને છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હતો. પેરોલ જમ્પ આરોપી અંગે પેરોલ ફલો સ્કોર્ડને ચોકકસ બાતમી મળી હતી કે, આરોપી હાલ લીમખેડા મુકામે હોય તે સ્થળેથી પોલીસે ઝડપી પાડીને આરોપીને ગોધરા બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.