ગોધરા, ગોધરા રહેમતનગર સુલેમાની મસ્જીદ પાસે મેશરી નદીના ધસમાં પોલીસે બાતમીના આધારે રેઈડ કરી બે ગૌવંશના કત્તલ કરી લવાયેલ માંસનો જથ્થો 184 કિલો 36,800/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી ઈસમો નાશી છુટીયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા રહેમતનગર સુલેમાની મસ્જીદ પાસે મેશરી નદીના ધસમાં આરોપી ઈસમો અશરફ ઈશાક ચુચલા ઉર્ફે મકલા, ઈરફાન અહેમદ ગરીબા બન્ને કોઈક જગ્યાએથી બે ગૌવંશ લાવી કત્તલ કરેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન માંસનો જથ્થો 184 કિલો કિંંમત 36,800/-રૂપીયાનો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસની રેઈડ દરમિયાન આરોપીઓ નાશી છુટવામાં સફળ થયા આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.