ગોધરા શહેર રહેમતનગર સુલેમાની મસ્જિદ પાસે ઝાડી-ઝાંખરામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 7 જુગારીયાઓને ઝડપી પાડી અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રોકડા મોબાઈલ ફોન મળી કુલ રૂ.36,000/-ના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર રહેમતનગર સુલેમાની મસ્જિદ પાસે ઝાડી-ઝાંખરામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મહંમદ શફી અબ્દુલ સલામ બદામ, સાદીક હનીફ ઈતરા, ઈમરાન મોહંમદ હનીફ જર્દા, યુસુફ ઈબ્રાહિમ ઈતરા, રફિક હૈદર શેખ, યામીન અબ્દુલ રહીમ ધંત્યા, ફિરદોસ હમીદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોને અંગઝડતીમાં રોકડા રૂ.10,500/-, દાવ ઉપર મુકેલ 5,500/-રૂ., મોબાઈલ ફોન નંગ-4, મળી કુલ રૂ.36,000/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.