ગોધરા રહેમતનગર કોઠી સ્ટીલ પાછળના ભાગે ઝાડીઓમાં ગૌવંશનુ કતલ કરેલ 284 કિલો માંસ અને જીવતો વાછરડો મળી 60 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

ગોધરા, ગોધરા શહેર રહેમતનગર કોઠી સ્ટિલના પાછળના ભાગે ઝાડીઓમાં ગૌવંશને કતલ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગોૈવંશનુ માંસ 284 કિલો એક જીવિત વાછરડો, વજનકાંટો, અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂ.60,530/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બી-ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી નિસાર અબ્દુલગની બદામ અન્ય બે ઈસમો સાથે રહેમતનગર કોઠી સ્ટીલ પાછળ ગેરેજની પાછળના ભાગે ઝાડીઓમાં ગૌવંશનુ કતલ કરી રહ્યા છે. જે સ્થળે પોલીસે રેડ કરી દરમિયાન ગોૈવંશનુ કતલ કરેલ હતુ. તેમજ એક જીવિત વાછરડો તેમજ 284 કિલો ગોૈમાંસ કિ.રૂ.56,800/-તેમજ વજનકાંટો, કુહાડી, ચટાઈ અને વાછરડો મળી કિ.રૂ.60,530/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની રેઈડ દરમિયાન આરોપીઓ નાસી છુટ્યા હતા. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.