ગોધરા રહેમતનગર કન્યા -કુમાર શાળા બહાર પ્રજાસત્તાક પર્વએ ચાર ઈસમોને બાજુમાં ઉભા રહેવાનુ કહેતા માર મારતા ફરિયાદ

ગોધરા,

ગોધરા કન્યા-કુમાર શાળાની બહાર રહેમતનગર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખાતે શાળામાં મહિલા અને બાળકોની ભીડ હોય જેથી ફરિયાદીએ ચાર ઈસમોને બાજુમાં ખસવાનુ કહેતા મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા રહેમતનગર ખાતે કન્યા-કુમાર શાળાની બહાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે બાળકો અને મહિલાઓને અડચણ ન થાય તે માટે ઈસ્હાકઅ.સત્તાર હાજી દાંત એ ચાર ઈસમો ઈરફાન અહેમદ ગરીબા, મહેફુઝ ઈસ્માઈલ હુરી, અનવર ગુનીયા ઉર્ફે બટકા, સાજીદ ઈદરીસ હયાત ને બાજુમમાં ખસવાનુ કહેતા જેને લઈ ગાળો આપી જતા રહ્યા હતા અને કાર્યક્રમ પુરો થયા બાદ ચાર ઈસમો શાળા બહાર ઉભા રહીને બાજુમાં ઉભો રહેવાનુ કેમ કહ્યુ તેમ કહીને લાકડી-પથ્થર વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.