ગોધરા, ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રગડીયા પ્લોટ બિલાલ મસ્જીદ પાછળ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંંગ કરાતું હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી કુલ 13,000/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા રગડીયા પ્લોટ બિલાલ મસ્જીદ પાછળ રહેતા ઈદરીશ તૈયબ પટેલ રહેણાંક મકાનમાં અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કામગીરી કરતા હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન એચ.પી.કંપનીના 2 ગેસ બોટલ અને 2 ખાલી બોટલ, ઈન્ડેન કંપની ગેસ બોટલ 1 તેમજ ગેસ રીફીલીંંગ કરવાની ઈલેકટ્રીક મોટ પાઈપ મળી કિંમત 13,000/-રૂપીયાના મુદ્દામાલ રાખી માણસોની જીંદગી જોખમાઇ તેવું કૃત્ય કરતાં ઈદરીશ તૈયબ પટેલને ઝડપી પાડવામાં આવ્યો.