ગોધરા પૂર્વ રેન્જ અછાલા બીટના રાઉન્ડ ફોરેસ્ટ વતી લાંચ સ્વીકારતાં બીટગાર્ડને ૨૩,૫૦૦/- રૂપીયા સાથે રંગેહાથે એસીબીએ ઝડપ્યો

અછાલા બીટના ફોરેસ્ટ રજા ઉપર હોવાથી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ઘરી.

ગોધરા,
ગોધરા તાલુકાના પૂર્વ રેન્જમાં અછાલા બીટમાં ફરજ બજાવતા રાઉન્ડ ફોરેસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરના રોજ પથ્થર ભરેલ ડમ્પર ઝડપી પાડયું હતું. ડમ્પર છોડવા માટે ૬૦ હજારની માંગણી કરી હતી. જેની રકઝક બાદ ૩૦ હજારમાં તોડ થયો હતો. તે પૈકી ૫ હજાર રોકડા લઈ ડમ્પર છોડી મુકવામાં આવ્યું હતું. જ્યારે બાકીના રૂપીયા ડીસેમ્બરના રોજ બીએસએનએલ કચેરી પાસે ૨૨,૫૦૦/- રૂપીયા તેમજ ફરિયાદી પાસેથી અંગત ૧૦૦૦/- રૂપીયાની રાઉન્ડ ફોરેસ્ટ વતી લાંચ લેતાં બીટગાર્ડને પંચમહાલ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

પંચમહાલ ગોધરા પૂર્વ રેન્જ અછાલા બીટમાં ફરજ બજાવતા રાઉન્ડ ફોરેસ્ટ ગુણવંંતસિંહ મંગળસિંહ પરમારે એ ૩ ડિસેમ્બરના રોજ ઉપર થી પસાર થતાં પથ્થર ભરેલ ડમ્પરને ઝડપી પાડયું હતું અને ડમ્પર છોડવા મટો ૬૦ હજારન રૂપીયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ ૩૦,૦૦૦/- રૂપીયા લેવાનું નકકી થયેલ હતું. જેમાં સ્થળ ઉપર ૫,૦૦૦/- રૂપીયા લઈ બીજા રૂપીયાનો વાયદો સાથે ડમ્૫ર છોડી મૂકવામાં આવ્યું હતું. ડમ્પર ચાલક લાંચના રૂપીયા આપવા માંગતા ન હોય. જેથી પંચમહાલ ગોધરા એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી તેમજ અછાલા બીટ રાઉન્ડ ફોરેસ્ટર સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને અછાલા બીટમાં ફરજ બજાવતા બીટગાર્ડ ગોવિંદભાઈ વિરમભાઈ ચૌધરીને બાકીની લાંચની રકમ આપવા જણાવ્યું હતું. તે મુજબ ૫ ડીસેમ્બરના રોજ ગોધરા બીએસએનએલ કચેરી પાસે બીટગાર્ડ ગોવિંદભાઈ ચૌધરી ફરિયાદી પાસે ૨૨,૫૦૦/- રૂપીયા તથા ફરિયાદી પાસેથી અંગત ૧૦૦૦/- રૂપીયા રાઉન્ડ ફોરેસ્ટ વતી સ્વીકારતા બીટગાર્ડ ગોવિંદભાઈ ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ મુખ્ય લાંચ માંગનાર અછાલા બીટના રાઉન્ડ ફોરેસ્ટ ગુણવંતસિંહ એમ.પરમારની કચેરીમાં તપાસ કરતાં રજા ઉપર હોવાથી મળી આવ્યા ન હતા.

ગોધરા પૂર્વ રેન્જ અછાલા બીટના રાઉન્ડ ફોરેસ્ટ અને બીટગાર્ડ એ એકબીજાન મેળાપીપણામાં ગુનો આવેલ હોય તેઓ બન્ને વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોધરા એસીબી દ્વારા લાંચના કિસ્સાના મુખ્ય આરોપી રાઉન્ડ ફોેરેસ્૭ની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પંચમહાલ જીલ્લા ફોરેસ્ટ વિભાગમાં લાંબા સમય બાદ લાંચ લેવાના કિસ્સામાં ફોરેસ્ટ અને બીટગાર્ડ ઝડપાઈ જતાં અન્ય લાંચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.