- જિલ્લામાં કુલ- 5 વિધાનસભા મતવિસ્તારમાં 1510 મતદાન મથકો ઉપર મતદાન થશે: કુલ મતદારોની સંખ્યા 13,00,179 છે. જે પૈકી પુરૂષ મતદારો- 665723 અને સ્ત્રી મતદારો- 634436 છે.
ગોધરા,
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે અને ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે. ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની મિડીયાને માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુજલ મયાત્રાએ ચૂંટણીલક્ષી વિગતો આપતાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં કુલ- 5 વિધાનસભા મતવિસ્તારોમાં 1510 મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 13,00,179 છે. જે પૈકી પુરૂષ મતદારો- 665723 અને સ્ત્રી મતદારો- 634436 છે અને 20 થર્ડ જેન્ડરના મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં કુલ 1003 સેવા મતદારો નોધાયેલ છે જ્યારે ઙઠઉ મતદારોની સંખ્યા 8026 નોધાઇ છે. જ્યારે 80 વર્ષથી ઉપરની વરિષ્ઠ નાગરિકોની સંખ્યા 22063 નોધાઇ છે.
તેમણે કહ્યું કે,તમામ મતદાન મથકો પર અખઋ લઘુત્તમ સુવિધાઓની ફેસીલીટી ઉપલબ્ધ કરાશે. વિધાનસભા મત વિભાગ દીઠ સાત એમ કુલ 35 મતદાન મથકો સખી મતદાન મથકો તરીકે તૈયાર કરવામાં આવશે. જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. વિધાનસભા મત વિભાગ દીઠ એક એમ કુલ 5 મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. જિલ્લામાં એક યુથ મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જ્યારે 10 મતદાન મથકો ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જ્યારે કુલ મતદાન મથકોના 50% મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. વેબ કાસ્ટિંગ માટે એક કંટ્રોલરૂમ ઊભો કરાશે જેનું સતત મોનીટરીંગ કરાશે.
તેમણે કહ્યું કે, કોઈપણ માહિતી કે કોઈપણ ફરિયાદ બાબતે 24સ7 કાર્યરત કંટ્રોલરૂમ બનાવવામાં આવે છે. જેનો હેલ્પલાઇન નંબર 1950 છે. જિલ્લામાં ફરિયાદ નિવારણ કક્ષ કાર્યરત કરવામાં આવેલ છે. ફરિયાદના નિકાલ બાબતે ઋજઝ ની વિધાનસભા મતવિભાગ દીઠ 03 તથા ખઈઈ વિધાનસભા દીઠ 1 ટીમની રચના કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના અમલ માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લિકેશન મારફત ફરિયાદ કરી શકે તે માટે ઈ- ટશલશહ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. જે એપ્લિકેશન દ્વારા નાગરિકો ફોટો કે વિડીયો અપલોડ કરી ફરિયાદ કરી શકશે. ફરિયાદ મળેથી ઋજઝ ને આ કેસ સોંપી ફરિયાદ પર યોગ્ય તપાસ કરવામાં આવશે. જે ફરિયાદનું 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ 19 શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવિષ્ઠ ગેરહાજર મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા કરવામાં આવશે. જિલ્લામાં ઙઠઉ મતદારોની સંખ્યા 8026 નોધાઇ છે.
પંચમહાલ જિલ્લામાં 10/10/2022ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી મુજબ પાંચ પૈકી 124 શહેરા વિધાનસભા મત વિભાગમાં 260929, 125 મોરવા હડફ મત વિભાગમાં 228350, 126 ગોધરા મત વિભાગમાં 279597, 127 કાલોલ મત વિભાગમાં 258497, 128 હાલોલ મત વિભાગમાં 272836 મતદારો નોંધાયા છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
બોકસ: પંચમહાલ જિલ્લામાં યોજાનાર ચૂંટણી કાર્યક્રમ
- ચૂંટણીની જાહેરાતની તારીખ 03-11-2022
- જાહેરનામું બહાર પાડવાની તારીખ- 10-11-2022
- ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ – 17-11-2022
- ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ- 18-11-2022
- ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ – 21-11-2022
- મતદાનની તારીખ – 05-12-2022
- મત ગણતરીની તારીખ – 08-12-2022
- ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ – 10-12-2022