ગોધરા,ગોધરા પ્રાંત કચેરી દ્વારા પોપટપુરાની સર્વે નં.60ની જમીન સંદર્ભે થયેલ નાયબ કલેકટર અને પ્રાંતના હુકમ નં. ટી.એન.સી.ડબલ્યુ.એસ. તા.15/01/1953ના હુકમ તથા તેની સાથેના રેકર્ડની કોઇ અજાણ્યા ચોર ઈસમો ચરી કરી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પ્રાંત કચેરીમાં તા.27/06/2021 થી 09/01/2024ના સમયગાળા દરમિયાન કોઇ ચોર ઈસમ દ્વારા ગોધરા તાલુકાના પોપટપુરા ગામના સર્વે નં.60ની જમીન સંદર્ભે થયેલ નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીના હુકમ નં.ટી.એન.સી.ડબલ્યુ.એસ. 631 તા.15/01/1953ના હુકમની તથા તેની સાથેના તમામ રેકર્ડની કોઇ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જઇ ગુનો કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો કરતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ઈ.પી.કો. કલમ-380 મુજબ ગુનો નોંધાવા પામ્યો છે.