
ગોધરા,ગોધરા પ્રાંત અધિકારી અને ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા બાયપાસ હાઈવે રોડ ઉપર બાતમીના આધારે સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન રેતી ભરેલ ટ્રેકટરને રોકી પરમીટની માંગણી કરતાં પરમીટ આપી શકયા ન હતા. જેથી ખાણ-ખનિજ વિભાગની ટીમે રેતી ભરેલ ટ્રેકટર સહિત પાંચ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો. ઝડપી પાડવામાં આવેલ ટ્રેકટરને પ્રાંત કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યુંં.
ગોધરા પ્રાંત અધિકારી અને પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે બાયપાસ હાઈવે રોડ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંંગ દરમિયાન રેતી ભરેલ ટ્રેકટરને રોકવામાં આવ્યું હતું અને ટ્રેકટર ચાલક પાસેથી રેતીની પરમીટ માંગવામાંં આવતાં પરમીટ રજુ કરી શકયા ન હતા. જેથી ગેરકાયદેસર રેતી વહન કરતાં રેતી ભરેલ ટ્રેકટર સહિત પાંચ લાખ રૂપીયાના મુદ્દામાલ ટ્રેકટર ચાલકની અટકાયત કરાઈ હતી. ખાણ-ખનિજ વિભાગ દ્વારા રેતી વહનમાં ઝડપાયેલ ટ્રેકટરને ગોધરા પ્રાંત કચેરી ખાતે સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે.