- ગંદકી ફેલાવતા 23 દુકાનો અને નાસ્તા લારીઓ વાળાને 8 હજાર દંડ કર્યો.
- ગોધરાને સ્વચ્છ અને ગંદકી મુકત રાખવા લોકોને પણ અપીલ કરી.
ગોધરા,ગોધરા શહેરમાં ઠેરઠેર ગંદકીને લઈ પ્રાંત અધિકારીએ નગર પાલિકા અને સાફ સફાઈ એજન્સીને સાથે રાખીને બામરોલી રોડ, દાહોદ હાઈવે રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું. ચેકીંગ દરમિયાન દુકાનો આગળ ગંદકી જોવા મળતાં 23 જેટલા દુકાનદારોને 8 હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગોધરા શહેર નગર પાલિકા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનુંં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકા તંત્ર આવી ગંદકી માટે કોઈ પગલાં ભરવામાં નિષ્ફળ રહી હોય ત્યારે આજરોજ ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણ જેસાવત એ નગર પાલિકા કચેરીના કર્મચારીઓ, સાફ-સફાઈ એજન્સીને સાથે રાખીને જ્યાં ગંદકીના ઢગલાઓ હોય તેવા વિસ્તારો જેવાં કે, બાામરોલી રોડ, દાહોદ હાઈવે રોડ તેમજ બસ સ્ટેશન આસપાસની દુકાનો પાસે ગંદકી હોય તેવી 23 જેટલી દુકાનોના માલિકોને સ્વચ્છતા નહિ જાળવવા અને ગંદકી ફેલાવવા માટે 8 હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો. પ્રાંત અધિકારીએ ગોધરા શહેરને સ્વચ્છ અને ગંદકી મુકત રાખવા માટે જે નગર પાલિકાને કામગીરી કરવાની હોય તે નહિ કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી દેખાતી હોય અને જે દુકાનો, ચ્હા-નાસ્તાની લારીઓ જ્યાં ગંદકી અને સ્વચ્છતા ન હોય તેવી 23 જેટલા દુકાનદારોને દંંડ ફટકારવામાં આવ્યો છે. સાથે પ્રાંત અધિકારી દ્વારા સ્વચ્છતા માટે આગ્રહી બની ગોધરાને સ્વચ્છ ગોધરા બનાવવા માટે ભાર મુકવામાં આવ્યો. પ્રાંત અધિકારી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી માટે કાર્યવાહી કરી સરાહનિય કામગીરી કરવામાં આવી છે. ત્યારે હવે નગર પાલિકા તંત્ર રામસાગર તળાવના ચબુતરા વિસ્તારમાં ખુલ્લામાં ઠલવાતા ગંદકીના ઢગલા જે શહેરની સ્વચ્છતાને લાંછન લગાડતા દ્દશ્યો ઉપર થોડું ધ્યાન આપીને ગંંદકીને સાફ કરાવવામાં આવશે ખરી કે પછી પ્રાંત અધિકારી શહેરમાં ગંદકી માટે જાતે તપાસ કરી સુચન કરે તેની રાહ જોશે તે જોવાનું રહ્યું.