ગોધરા પ્રાંત દ્વારા જમીન મહેસુલના કાયદા વિરૂદ્ધ એક વ્યકિતને લાભ અપાવવા માટે ભલામણ કરાવી સુધારા હુકમ કરાવાના સામે આવી ગેરરીતિની ખાતાકીય તપાસ થાય તેવી માંગ

ગોધરા,
બીજો અંક તા.25/06/2022 બાબતે આરોપી 1. કુત્તુબદ્દીન અઝીમુદ્દીન સૈયદ રે.સ.નં.427 પૈકી 1-2 અને 428 પૈકીમાં તેઓ તેવું જણાવે છે કે, પરદાદા અબ્બાસમીંયા અમીરમીંયા કાઝી (સૈયદ)નું નામ બાબતે તા.13/09/2021ના રોજ ગોધરા મામલતદારમાં અરજી કરેલ જે બાબત વારસાઈ બાબતે આરોપી 1. અપીલ કરવાના બદલે અરજી કરેલ છે. આરોપી 1 પરદાદાનું (સગપણ) અરજીમાં દર્શાવેલ છે અને અબ્બાસમીંયા અમીરમીંયા કયારે અને કયા જન્મયા કે ગુજરી ગયા (તારીખ) (મહિનો) (વર્ષ)નો કોઈ ઉલ્લેખ કે મરણ દાખલો રજુ કરેલ નથી. આમ, તલાટી ગોધરા કસ્બા ગૌરવ પટેલ સર્કલ ઓફિસ એસ.એસ.સંગાડા તથા ગોધરા મામલતદાર વિગેરે કોઈપણ રેકર્ડ રૂલ્સ તથા મામલતદાર એકટની જોગવાઈ તથા 96 વર્ષના વિલંબ વગર ગોધરા પ્રાંત નાયબ કલેકટર હાલના જીલ્લા કલેકટર પંચમહાલ પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા એન.બી.રાજપુત ગોધરા દ્વારા કોઈપણ કોર્ટનું સર્ટીફિકેટ રજુ કર્યા વગર માત્ર એન.બી.રાજપૂત તથા લાગતા વળગતા કર્મચારીઓએ કાયદાનો ભંગ કરેલ છે. જેથી તેઓ સામે પણ ખાતાકીય તપાસ થાય તેવી માંંગ છે. આમ, વિલંબ માફી અરજીનું કોઇ અરજી કરેલાનું રેકર્ડ જણાઈ આવતું નથી અને જો પ્રાંત કચેરીની બીજી અપીલો જુની કારકુનો દ્વારા કેટલા કેસોમાં ચલાવેલ કે નોટીસો જજમેન્ટો આપવામાં આવેલ નથી. તેમજ જાહેર માહિતી અધિકારી અધિનિયમ 2005ના કાયદાનું (માન સન્માન) રહેવા દીધું નથી.

જે ગુજરાત રાજ્ય સરકાર મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા મહેસુલ વિભાગ અધિક સચિવ ગાંધીનગર તરફ થી સ્પેશ્યલ ગોધરા પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાની અવલોકન કરેલ કેસો તકરારી કેસો અપીલો વિગેરે બાબતે (ટીમ) નીમી યોગ્ય ગેરરીતિઓ કરેલ બાબતે સંપૂર્ણ એક પછી એક ગેરરીતિઓની તપાસ થાય તેમજ ખોટા બોગસ ખેડુત પ્રમાણપત્ર તકરારી કેસો અર્ધ પ્રક્રિયા હોવા છતાં ચલાવેલ કેસો કાયદા તથા મહેસુલ મેન્યુઅલ વિરૂદ્ધ કરેલ વહીવટીનાતે ગુજરાત રાજ્ય સરકાર સરકારી (ગેઝેટો) (પરિપત્રો) (ઠરાવો) તથા અવરનવર જીલ્લા કલેકટર તરફ થી આર.ઓ. મીટીંગમાં આપેલ આદેશો તથા તમામ પ્રકારના વિરૂદ્ધ પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત દ્વારા પાલન નહીં કરી ઉપરોકત વટ હુકમ કરેલ છે. અમો ફરિયાદી આરોપી-6 દ્વારા હુકમ કરતા પહેલા કોઈ 96 વર્ષ હોવા છતાં કોઇ તક કે સાંભળવામાં કે નોટીસ કર્મચારીઓ દ્વારા કે એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાની સહીથી જાણ કરી કરાવવામાં આવેલ નથી. ખૂબ જ મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વત લઈ લેન્ડ રેવન્યુ કાયદા વિરૂદ્ધ એક તરફ હુકમ કરેલ છે. જેથી પ્રાંત ગોધરાના કેટલા હુકમોની નોંધો પણ પાડવામાં આવતી નથી. જે તપાસ થાય તો ગુજરાત રાજ્ય સરકારના 2015ના પરિપત્રોનું ભંગ તપાસ કરતાં મળી આવે તેમ છે. આમ, ગુજરાત રાજ્ય સરકાર આવા ગંભીર પ્રકારના કેટલાક કિસ્સાઓ જોવા મળે છે. જેથી આવા કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા સરકાર બદનામ થાય છે. આવા કર્મચારીઓ, અધિકારીઓની ખાતાકીય તપાસ ગુજરાત સરકારના અધિકારીઓથી થતી નથી.

મહેસુલ વિભાગ તકેદારી સેલ વિજીલન્સ કમિશ્ર્નર દ્વારા ખાતાકીય દરખાસ્ત જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા તરફથી કરવામાં આવતી નથી. તેમ જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ પંચમહાલ ગોધરા કરેલ ગેરરીતિઓ કર્મચારીઓ સામે કોઇ ખાતાકીય પગલાં ગંભીર પ્રકારની અરજીઓ તથા ફરજ દરમીયાન એક દિવસમાં કયા કયા કર્મચારીઓ દ્વારા નોંધ ખોટી મુકી આગળની કાર્યવાહી કરવામાં જીલ્લા પંચમહાલ કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક તપાસ બાબતે રૂબરૂ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા લાગતા વળગતા તેમ મુખ્ય તકેદારી સેલના તથા ગુજરાત કેડરના સુજલ મયાત્રા તરફ એક દિવસના હુકમની રજુઆતો રૂબરૂ કરેલ છે. તેઓને આ બાબતે ગળે વાત ઉતરતી નહી પરંતુ અમારા રજુ કરેલ પુરાવા જોઈ જીલ્લા કલેકટર પંચમહાલ પણ ચોંકી ઉઠીયા હતા. આવું કોઈ સંજોગોમાં ના બને અને આ જમીનોમાં ખુબ જ મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વત લઈ એક જ ગામના વતની હોય આરોપી 1. કુત્તુબદ્દીન અઝીમુદ્દીન સૈયદ (કાજી) તથા હાલ ફરજ બજાવતા પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત ગોધરા આરોપી 6 અમદાવાદના હોય તો તેઓ સામે ગુજરાત સરકારના લાગતા વળગતા વિભાગો તથા ભારત સરકાર તરફ યોગ્ય જરૂરી ન્યાયિક કાર્યવાહી કરવા સોંગદનામા સાથે અરજી કરેલ છે. જે તપાસ જીલ્લા કલેકટર તકેદારી સેલના તથા જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા કેડર અધિકારી સુજલ મયાત્રા તરફ આદેશો મહેસુલ વિભાગ તરફ થી આપવામાં આવેલ છે અને તકેદારી આયોગ મંત્રી પ્રશ્ર્ન અંગે રીપોર્ટ સાચા ના હોવાના કારણે એકબીજાને બચાવવાના તેમજ પ્રાથમિક તપાસ રીપોર્ટ ગોધરા પ્રાંત અધિકારી ગોધરા એન.બી.રાજપુતના તમામ પ્રકરણો – પડતર રાખી અને એક જ દિવસમાં સુધારા હુકમ 96 વર્ષ પછી કરી નાખેલ છે. જેથી ખાતાકીય તપાસ કર્મચારીઓ, અધિકારીઓ વિરૂદ્ધ 1 થી 6 સામે ફરિયાદ કરેલ છે. જે બાબતે પંચમહાલ જીલ્લા કલેકટર કરશે ખરા…? વધુમાં જો રેવન્યુ કાયદા તથા સરકારના આદેશો આપેલ વિરૂદ્ધ હુકમો થશે તો રેવન્યુ કોર્ટો ઉપર થી ભારતના નાગરિકોનો ભરોસો ઉઠી જશે જેથી ગુજરાત સરકાર આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવે તો તાત્કાલીક ખાતાકીય તપાસ કરાવે તો ભ્રષ્ટાચારો મોટા પ્રમાણમાં નાબુદ થાય તેમ છે. જેથી આ બાબતે પ્રાંત ગોધરા એન.બી.રાજપૂતની ખાતાકીય તપાસ કરવામાં આવે અને તમામ પ્રકારની રજુઆતો લાગતા વળગતા વિભાગો તરફ મોકલી આપેલ છે. અને ગોધરા મહેસુલ વિભાગ ગાંધીનગરના પ્રા.ત. સેલ તરફથી જીલ્લા કલેકટર પંચમહાલ આઈ.એ.એસ. અધિકારી સુજલ મયાત્રા તરફ પણ મોકલી આપેલ છે. આ બાબતે જીલ્લા કલેકટર કર્મચારીઓ, અધિકારીઓ આ બાબતે અરજદારની અરજી તથા મહેસુલ વિભાગ ગાંધીનગર જનરલ વિભાગની યાદીને ગંભીરતાથી લેશે કે લેવડાવશે તે જોવાનું રહ્યુંં અને એન.બી.રાજપૂત ગોધરા પ્રાંત બોગસ ખેડુતો બનાવેલ તથા વહીવટી અધિકારના મેન્યુયલ વિરૂદ્ધ હુકમો પડતર પડેલ મંત્રી પ્રશ્ર્નો તકેદારી આયોગ પ્રશ્ર્નો ખોટા રેવન્યુ કાયદા વિરૂદ્ધ અનેક પ્રકારની ગેરરીતિઓની તપાસ મહેસુલ વિભાગની ટીમ દ્વારા પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે સંપૂર્ણ હકીકતો બહાર આવે તેમ છે. જેથી કલેકટર પંચમહાલ ગોધરા આઈ.એ.એસ. સુજલ મયાત્રા તરફ પાઠવેલ જનરલ યાદી પત્ર ક્રમાંક: યગક/2320221-પ્રાંત-તા.4/3/2022 બાબતે જ્યારે પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત એક દિવસમાં હુકમ કરી શકે છે. તો મહેસુલ વિભાગ ગાંધીનગરના પત્રનું વિલંબ કયા કારણસર કરેલ છે. તે મહેસુલ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર પંચમહાલ જીલ્લ કલેકટર આઈ.એ.એસ. અધિકારી આ બાબતે પ્રજાના બોગસ ખેડુતોની તથા ગેરકાયદેસર બોગસ ખેડુતોની તપાસ કરી કરાવી યોગ્ય ન્યાય આપશે કે નહીં બોગસ ખેડુત બાબતે પંચમહાલ જીલ્લા ફરજ બજાવેલ કલેકટર એસ.કે.લાંગા સામે 84 સી. મુજબના આદેશો થયાની મીડીયા દ્વારા પસાર થયેલ છે. જેથી બોગસ ખેડુતોના પ્રમાણપત્રો તથા અવલોકન કરેલ એન.બી.રાજપૂત ગોધરા દ્વારા મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તરફ પણ આ અધિકારી વિરૂદ્ધ ખાતાકીય તપાસની માંગોના પ્રશ્ર્નો ઉભા થયેલા છે.