ગોધરાની પ્રભાકુંજ સોસાયટીમાં આવેલ ચીમનલાલ શાહ બાલમંદિરમાં ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે ગોધરા મોઢ વણિક જ્ઞાતિ મંડળની મળેલ મીટીંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રૂપેન મહેતા અને ઉપપ્રમુખ તરીકે અંકિત પરીખ અને સેક્રેટરી તરીકે કલ્પેશ પરીખની વરણી કરવામાં આવતા સમગ્ર મોઢ વૈષ્ણવ સમાજમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી.
ગોધરા શહેરના પ્રભાકુંજ સોસાયટી ખાતે આવેલ ચીમનલાલ શાહ બાલમંદિરમાં ગોધરાના મોઢ વણિક જ્ઞાતિ મંડળની ગુરૂપૂર્ણિમાના દિવસે એક અગત્યની બેઠક મોઢ સમાજના અસંખ્ય વડીલો, અગ્રણીઓ, યુવાઓની ઉપસ્થિતિમાં મળી હતી.
જેમાં ગોધરા મોઢ વણિક સમાજની પ્રગતિ, સમાજને આવનારા દિવસોમાં ઉપયોગી થાય એવી મોઢ સમાજની વાડીના નવીન બાંધકામ અંગેની ચર્ચા તથા સમાજના ઉત્થાન માટે ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધવું તેવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. મોઢ સમાજના અનેક વડીલો અને યુવાઓ એ સમાજના હિત સંદર્ભે પોતાના સુચનો રજૂ કર્યા હતા.
અંતે ગોધરા મોઢ વણિક જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે ગોધરા નગર પાલિકાના સભ્ય યુવા રૂપેન મહેતા (બોબી ) તથા ઊપપ્રમુખ તરીકે અંકિત પરીખ અને સેક્રેટરી તરીકે કલ્પેશ પરીખની સર્વાનુમતે સૌ ઉપસ્થિત વૈષ્ણવોેએ આંગળી ઊંચી કરી અનુમતિ દર્શાવતા વરણી કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઇ હતી.