ગોધરા, ગોધરા પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મિકી બગીચા માંથી અજાણ્યા બિનવારસી આધેડ વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ભુરાવાવ પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મિકી બગીચાના બાકડા ઉપરથી અજાણ્યા આધેડ વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસ ચોકી-9ને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા બિનવારસી મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી મૃતક આધેડના વાલીવારસોની તપાસ હાથ ધરી છે.