ગોધરા પાવર હાઉસ વિસ્તારમાં મહિલાને દંપતિ દ્વારા અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા,\ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં નજીવી વાતે દંપતિ દ્વારા એક મહિલાને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ પાવરહાઉસ ખાતે રહેતા કૃપાબેન મિસ્ત્રીએ ગોધરા શહેર અ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 4 તારીખે તેઓ પોતાના આંગણામાં ડોગ ચલાવવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ જીતુભાઈ રમણભાઈ ખરાદીનું ડોગ ચલાવવા માટે અન્ય વ્યક્તિ પણ નીકળ્યો હતો. બાદમાં બપોરના સમયે કૃપાબેનના ઘર નજીક આવેલ ઝાડ પરથી બે ઈસમો દ્વારા જીતુભાઈ ખરાદીના કહેવાથી ડાળીઓ તોડી હતી. જ્યારે રાત્રીના સમયે જીતુભાઈ ખરાદી અને તેઓના પત્નિ વૃંદાબેન ખરાદીએ કૃપાબેન આણે તેઓના માતા દમયંતીબેન સાથે ઝઘડો કરીને જણાવ્યું હતુંકે અહીંયાથી જતા રહો, નહિ તો અમે તમને મોકલી દઈશું, તેમ જણાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે દંપતિ સામે ગોધરા શહેર અ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.