
ગોધરા,\ ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ સર્વે નં.73/1પૈકી 5/પૈકી 4 (930) વાળી 73 એએ વાળી વેચાણ દસ્તાવેજવાળી જમીન નોંધ માટે ગોધરા મામલતદારમાં આવતાં 8 મે 2019માં નોંધ ના મંજુર કરી શરતભંગની દરખાસ્ત તૈયાર કરી રજુ કરવાની સુચના છતાં સર્કલ ઓફિસર દ્વારા શરતભંગની દરખાસ્ત રજુ કરવામાં પાંચ વર્ષ પુરા થવા છતાં કાર્યવાહી ન થતાં મહેસુલ વિભાગની વધુ પોલ સામે આવી.
ગોધરા તાલુકાના પોપટપુરાગામે સર્વે નં.73/1 પૈકી 5/ પૈકી 4 (930) વાળી જમીન વેચાણ દસ્તાવેજ થયેલ હોય અરજદારે જમીનમાં ફેરફાર નોંધ માટે વેચાણ દસ્તાવેજ નકલ, ઈન્ડેકસની નકલ, 8-અ, 7/12 અને 135 ડી ની નોટીસ સાથે ગોધરા મામલતદારમાં રજુ કરાયેલ હતા. મામલતદાર દ્વારા ફેરફાર નોંધ માટેના કાગળો જોતા આ જમીન 73 એએ વાળી હોય અને સક્ષક અધિકારીની મંજુરી લેવામાં આવ્યા વગર જમીન વેચાણ થતાં ફેરફાર નોંધ ના મંજુર કરી મામલતદાર ગોધરા દ્વારા શરતભંગનો અહેવાલ તૈયાર કરી વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે તા.8/5/2019માં આદેશ ર્સકલ ઓફિસરને કરવામાં આવ્યો હોય આજે પાંચ વર્ષ પુરા થવા છતાં 73 એએ વાળી જમીનના શરત ભંગના અહેવાલ તૈયાર નહિ થતાં મહેસુલ વિભાગમાં ચાલતી લાલીયાવાડી સામે આવી.