ગોધરા, ગોધરાના પોપટપુરા સરકારી આર્યુવેદ હોસ્પિટલના 50 વર્ષ પુરા થતાં ગોલ્ડન જયુબલી મહોત્સવની ઉજવણી કરાઈ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ધાર્મીક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ મણીબેન અમૃતલાલ સરકારી આર્યુવેદ હોસ્પિટલની સ્થાપના 1974માં થઈ હતી. આ હોસ્પિટલને 50 વર્ષ પુરા થતાં ગોલ્ડન જયુબીલી મહોત્સવની ઉજવણી કરાઈ. સરકારી આર્યુવેદ હોસ્પિટલમાં જરૂરી સુવિધાનો અભાવ હતો. જમીન દાતા મણીબેન અમૃતલાલ એ જીલ્લાના ગરીબ આદિવાસી પ્રજા હોસ્પિટલનો લાભ લે તે માટે વિના મુલ્યે જમીન ફાળવી હતી. જેને લઈ 50 વર્ષમાં આ હોસ્પિટલમાં 150 જેટલા દર્દીઓ ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી સારવાર માટે આવતાં હોય છે. કુદરતી વાતાવરણમાં0 હોમીયોપેથીક, આર્યુવેદિક સારવાર થી દર્દીઓને સાજા કરવાની ભાવના સાથે કર્મચારીઓ મહેનત કરતા હોય છે. હોસ્પિટલમાં હર્બલ ગાર્ડનમાં આર્યુવૈદિક વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. હોસ્પિટલમાં રહેવા જમવાની સુવિધાથી સજજ છે. આર્યુવેદ હોસ્પિટલને 50 વર્ષ પુરા થતાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ નિવૃત કર્મચારીઓનું અને દાતાઓનું અભિવાનદ કરવામાં આવ્યું.