ગોધરા તાલુકાના પોપટપુરાની 39 એકર જમીન પ્રાંત અધિકારીએ શ્રીસરકાર કરી જ્યારે આજ નોંધ નં.1158 વાળી અન્ય જમીન શ્રીસરકાર કરવા કાર્યવાહી કરશે ખરી…?

ગોધરા,
મોજે પોપટપુરાના રે.સ.નં.60/52 પૈકીની જમીન 73 એ.એ.વાળીમાં નોંધ 1158 બાબતે ગુજરાત સરકારના પરિપત્રો હુકમ આદેશો અનુસાર 1981 થી પડેલ નોંધ 1158 સને1982માં સર્કલ ઓફિસ નિવૃત્ત ડી.પી.ગોહિલ ગોધરા કસ્બા દ્વારા પાડવામાં આવેલ છે. પરંતુ ગુજરાત સરકારમાં જે તે સમયે ફરજ બજાવતા એ.આઈ.મદારીના પિતા ઈબ્રાહિમ મદારીના નામે કરેલ છે. જે જમીન 73 એ.એ.ભંગ બદલ 2008માં ગોધરા પ્રાંત દ્વારા સરકાર ત્યારબાદ અરજીના આધારે જમીન મહેસુલ કાયદા નિયમ-7 હેઠળ મામલતદાર ગોધરા નિરકુમાર ફુલચંદ વસાવા દ્વારા સરકારી દબાણ વસુલાત વિગેરે બાબતે જમીન મહેસુલ કાયદાની કલમ 61 મુજબની પુરેપુરી તક આપી સુનાવણી કરી તેમજ આ બાબતે સરકાર દબાણ દુર કરવા 202 મુજબનું નિરકુમાર ફુલચંદ વસાવા દબાણ હટાવવાના આદેશ 2015માં આપેલ હોવા છતાં આજદિન સુધી દબાણ જે તે સમયના નાયબ મામલતદાર રાજુ શાહ ગોધરા સંબંધના હિસાબે કોઈ સરકારના હિતમાં કાર્યવાહી ગોધરા મામલતદાર તથા નાયબ મામલતદાર મહેસુલ નિવૃત રાજુભાઈ શાહ દ્વારા કોઈ પણ જાતનું દબાણ દુર કરવામાં આવેલ નથી. ત્યારબાદ નાગરિક દ્વારા મહેસુલ તપાસણી કમિશ્ર્નર તથા પંચમહાલ જીલ્લા કલેકટર નં. આર.ટી.એસ. મુંબઈ જમીન મહેસુલ કાયદા 1879ની કાયદા કલમ 202-11/03/2015 મુજબ નોટીસ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા નોટીફિકેશન નં. એડી.એમ./એસ./ઓ/વશી/1450 તા.26/07/1979નું અનાદર કરવા બાબતે દબાણ દુર કરવા રાજુઆતો કરવામાં આવેલ.

આ બાબતે નિવાસી નાયબ કલેકટર પંચમહાલ ગોધરા તા.19/12/2015 નાયબ કલેકટર પ્રાંત ગોધરા તા.12/05/2016 તથા નાયબ કલેકટર તા.18/07/2016 આમ, આ બાબતે જે તે સમયના હાલ નિવૃત્ત રાજુભાઈ શાહ નાયબ મામલતદારે કોઈ રીપોર્ટ કે દબાણ ખસેડવાની વહીવટનાતે તથા સરકારની જોગવાઈઓ હોવા છતાં કોઈ કાર્યવાહી અબ્દુલ રહેમાન ઈબ્રાહિમ મદારી સામે 61-202 નોટીસો અંગેની આજદિન સુધી દબાણ કે ફોજદારી રાહે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ બાબતે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા દ્વારા આ પ્રકરણની જોગવાઈઓને દબાવી મુકેલ બાબતે રજુઆતના આધારે અને ગુજરાત સરકાર મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંક અદજ/102002/1667/લ તા.23/04/2004 નાયબ સચિવ ઉપરોકત કલેકટરો ગુજરાત સરકારના કેડર અધિકારીઓ તરફ આપવામાં આવેલ સુચનાઓ ફકત (કાગળ) પર ન રહેતા તેનો ચુસ્તપણે અમલ થાય અસરકારક દબાણ કેસો કરવામાં આવે. સરકારી જમીન પર વારંવાર દબાણ કરવા ટેવાયેલા “લેન્ડ ગે્રબિંગરો ” સામે (પાસના કાયદા હેઠળ અટકાયતી) પગલા લેવા સહિતની કામગીરી હાથ ધરી સરકારી જમીનો પરના દબાણો અવશ્ય પણે દુર થાય તેમજ જે ખુલ્લી જમીનો દુર કરવાના તમામ કલેકટરોને ગુજરાતના રાજયપાલના હુકમ થી જાહેર નાયબ સચિવ દ્વારા જણાવવામાં આવે છે. જે બદલ કલેકટર પંચમહાલ ગોધરાના તમામ મહેસુલ વિભાગ તમામ બિડાણ સહિત તથા મહેસુલ તપાસણી કમિશ્ર્નર તકેદારી મહેસુલ વિભાગ તમામ બિડાણ સહિત તથા મહેસુલ તપાસણી કમિશ્ર્નર તકેદારી સેલના સાથે વારંવાર રજુઆતો કરેલ છે. આ બાબતે જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ પંચમહાલ ગુજરાત રાજ્ય સરકારના ચી.ટુ.કલેકટર દ્વારા વી.પી.જમન/2957/58 થી ગોધરા ગ્રામ્ય મામલતદાર સમક્ષ તા.27/07/2021ના રોજ મોકલી મોજે પોપટપુરાના ગોધરા સ.નં.60/52 માં 73 એ.એ.નિયંત્રણવાળી જમીન બાબતે રજુઆત નાયબ કલેકટર ગોધરા મારફતે અહેવાલ મોકલવા વિનંતી કરેલ છે. આ પત્રનું કોઈ વજુદ નથી. કોઈપણ જાતના રેકર્ડ તપાસ વિના પત્ર પાઠવેલ છે. આ સર્વે નં.60/52 વાળી જમીનમાં કાયદાની કલમ 61-202ની નોટીસો આપી દબાણ દુર કરવાની રજુઆતો ધ્યાને નહીં લઈ અને ચી.ટુ.કલેકટર ધ્યાન દોરયા વગર સહી અંધારામાં કરાવી ખોટા પત્ર પાઠવેલ છે. આમ, 60/52 વાળી જમીનમાં પ્રાંત ગોધરા 2008ના હુકમ કાયમ રાખી તથા અમદાવાદ સચિવ મનાઈ હુકમ આપેલ નથી. સંબંધોના હિસાબે રીમાન્ડર કરેલ છે. રીમાન્ડર કેસ અપીલ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા આઈ.એ.એસ. કેડરના જે તે સમયના તમામ રેકર્ડ રૂલ્સ મુજબ રીમાન્ડ કેસ નામંજુર કરેલ છે અને હાઈકોર્ટમાં પીટીશન આ અબ્દુલખાન ઈબ્રાહીમ મદારી જે તે સમયે રેવન્યુ અધિકારીની અપીલ કાઢી નાખેલ છે. જે તમામ નોંધો પાડવામાં પણ રજુઆતો કરેલ છે અને આ તમામ કેસ હાઈકોર્ટ વિગેરે કેસોની માહિતી દુશન મહેતા હાલ શહેરા તથા સંજય કનકસિંહ લાકોડ હાલ જીલ્લા કલેકટર પંચમહાલ પુરવઠાઓ સારી રીતે તમામ હકીકતો થી વાકેફ છે. તેઓ દરમિયાન આ અબ્દુલ રહેમાન મદારીના મેળાપીપણામાં સરકારીનું હિત વહીવટીનાટે સાચવેલ નથી. જેથી અધુરી કામગીરી કરનાર કર્મચારીઓનું કાયમી ધોરણે (પરમોશન) (પેન્શન) ઈજારૂ બદલ યોગ્ય કાર્યવાહી થાય તેવી જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના ધ્યાને વારંવાર લાવેલ છે. પરંતુ પોપટપુરા ગોધરા તાલુકો ગોધરાના રે.સ.નં.60/52 વાળી જમીન ઉપર થી કયા કારણે દબાણ હટાવવામાં આવેલ નથી. તે યોગ્ય તપાસ જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ પંચમહાલ દબાણ વસુલાત દંડ સહિતની કાર્યવાહી કરશે કે કેમ…?

આમ, આ દબાણ તલાટી સર્કલ ઓફિસ નાયબ મામલતદાર તથા મુખ્ય મામલતદાર તરફ થી દરખાસ્ત કરી ધટતું ઓફિસર કાર્યવાહી કરવાની નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ગોધરા એન.બી.રાજપૂતના વહીવટી હેઠળ તમામ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાનું થાય છે. વધુમાં આ બાબતે નાયબ કલેકટર પ્રાંત સબડિવીઝનલ મેજીસ્ટે્રટ પ્રજાપતિ દ્વારા પત્ર પાઠવેલ બાબતે આજદિન સુધી કોઈ દબાણ રે.સ.નં.60/52 એ(પ) ગું-00 વાળી જમીનનું કરેલ નથી. આમ, જો આવા સર્વે નં.ની. કાર્યવાહી કે રજુઆતો સામે આવે તો ગુજરાત સરકારના પરિપત્રો ઠરાવો તથા સરકારી વકીલ મારફતે ગંભીર પ્રકારના કેસો સમીક્ષા કરી તાત્કાલીક ધટતી કાર્યવાહી જે તે અધિકારી દ્વારા પુરી કરાવવાની જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ ગોધરાની ફરજ બને છે અને અધિકાર પરત્વે કાર્યવાહી કરવાની થાય છે. બાકી અધિકાર બહારની કાર્યવાહી ગુજરાત રાજય સરકાર અધિક સચિવ મહેસુલ વિભાગ તરફ મોકલી આપવાની થાય છે. આ દબાણવાળી જમીન પોપટપુરાના રે.સ.નં.60/52 એ (પ) ગું-00માં તમામ પ્રક્રિયા તથા રીપોર્ટ થયેલા હોય તેમ છતાં દબાણ નહીં હટાવેલ કર્મચારીઓ- અધિકારી નિવૃત્ત તથા ફરજ પરના રાજ્ય સેવકો સામેનું કલેકટર પંચમહાલ ગોધરા વહીવટી અધિકાર પરત્વે તથા યોગ્ય દરખાસ્ત ગુજરાત સરકારને કરશે કે કરાવશે. આવા કર્મચારીઓ- અધિકારીઓથી ગુજરાત સરકાર બદનામ થાય છે. જેથી પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા તરફ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત સરકારના કરેલ ગેરરીતિઓ તપાસ કરે કરાવે તેવી ગોધરાની પ્રજાની રજુઆતો છે અને કેટલીક સરકારી હિજરતી જમીનોમાં સુધારા હુકમો કરી સરકાર નામ ગાયબ કરનાર સામે ખાતાકીય પગલાં લેવા અંગેની રજુઆતો તથા સુધારા હુકમોના આધારે ગેરરીતિઓ બોગસ ખેડુતો અવલોકન કેસો બોગસ ખેડુત પ્રમાણપત્રોની રજુઆતો ગાંધીનગર સુધી નાગરિકો દ્વારા કરેલ છે. તે તપાસ મહેસુલી ટીમ દ્વારા મહેસુલ મંત્રી તપાસ ટીમ નિમશે કે નિમાવશે. કેટલીક 73 એ.એ.વાળી મિલ્કતોના ખોટા હુકમો કરેલ બાબતે તપાસ થાય તેવી રજુઆતો કરવામાં આવેલ છે.
આ પોપટપુરાની નોંધ નં.1158 વાળી પંચમહાલ પ્રાયમરી એજ્યુકેશન સોસાયટીની ગોધરા તાલુકા પોપટપુરા ગામે અંદાજીત 39 એકર વાળી જમીન ગોધરા ગ્રામ્ય વિભાગ મામલતદાર પી.બી.કુંભાણી તપાસ રીપોર્ટના આધારે ગોધરા પ્રાંત એન.બી.રાજપૂત ગોધરા દ્વારા સરકાર કરેલ છે. પરંતુ નોંધ નં.1158 જે સક્ષમ અધિકારી તથા ગુજરાત સરકારની પરમીશન વગર મોટા પ્રમાણની મિલ્કતોનું શું મામલતદાર ગ્રામ્ય વિભાગ પી.બી.કુંભાણી એ અધુરી નોંધ નં.1158 વાળીની મિલ્કતોમાં રાજ્ય સરકાર તકેદારી સેલ રેફરન્સ હોવા છતાં નોંધ 1158ની મિલ્કતો એક જ પ્રકારની હોય તો પી.બી.કુંભાણી દ્વારા સરકાર કેમ કરેલ નથી અને ફકત પ્રાયમરી એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ મિલ્કતો છે. તે પણ પ્રકાર તમામ મિલ્કતોનો છે. શું આ 39 એકર પી.બી.કુંભાણી દ્વારા સરકારનો રીપોર્ટ કરેલ હોય તો બીજી મિલ્કતો 73 એ.એ. સક્ષમ અધિકારીની મિલ્કતો એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાએ કોના હુકમ થી એક જ પ્રકારની મિલ્કતો સરકાર કેરલ નથી અને કાયદાનું માન સમ્માન તેમજ રેકર્ડ રૂલ્સ વિરૂદ્ધ નોંધ નં.1158 વાળી મિલ્કતો એન.બી.રાજપૂત સરકાર કરશે કે નહીં તે જોવાનું રહ્યું. બાકી પડેલ મિલ્કતો કયારે સરકાર થાય તે જોવાનું રહ્યું.