ગોધરા,
ગોધરામાં પોલીસ દ્વારા વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને મેગા કોમ્બીંગ અને સર્ચીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ઈસમોને પશુધારા હેઠળ ઝડપી પાડયા જયારે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો તેમજ પાંચ ઈસમો વિરૂદ્ધ પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ગોધરા એલ.સી.બી.પોલીસ, એસ.ઓ.જી.પોલીસ, એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ દ્વારા વિધાનસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેગાસર્ચ અને કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક જગ્યાએથી કતલ માટે ગોંધી રાખેલ બે જીવતા પશુઓ ગૌવંશના કતલના સાધનો અને વાહનો મળી 6,41,000/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યા. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સોહેલ ઉર્ફે દેવો ઐયુબ રજાક, અનવર હુસેન લતીફ મહમદ ગુણીયા, ઈદ્રીશ અબ્દુલ રજાક ઈસ્માઈલવાળાને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે અન્ય એક સ્થળે થી કતલ માટે ગોંધી રાખેલ વાછરડા નંગ-6 કિંમત 18,000/-રૂપીયાને બચાવી લેવામાં આવ્યા. સર્ચની કામગીરી દરમિયાન ટ્રક નંબર જીજે.09.વાય.61036 માંંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો મળી આવતાં ફોરેસ્ટ વિભાગને બોલાવીને 12,00,000/-રૂપીયાના મુદ્દામાલ પકડવામાં આવ્યો.
પોલીસના સર્ચ દરમિયાન માથાભારે ઈસમો સિકંદર ઈશાક બેલી, ઓવેશ આરીફ ભોયું, ઈસ્માઈલ યાકુબ બોકડા, જુબેર એહમદ બુમલા, યામીન ઉર્ફે ટાઈગર સુલેમાનને પાસા હેઠળ ઝડપી પાડી જેલમાંં મોકલી આપવાની તજવીજ હાથ ધરી.
બોકસ: પંચમહાલ જીલ્લની મેગા કોમ્બીંગ કામગીરી….
- પંચમહાલ પોલીસે જીલ્લામાં 20 હંગામી ચેકપોસ્ટ બનાવી.
- કાયદો અને વ્યવસ્થાને લઈ 1871 વ્યકિતઓની અટકાયત કરાઈ.
- કોર્ટમાં હાજર ન રહેતા 633 ઈસમો સામે બિનજામીનપાાત્ર વોરંટની બજવણી 13 વોન્ટેડ આરોપી ઝડપી લેવાયા.
- જીલ્લામાં 952 હથિયારો જમા લેવાયા.