ગોધરા પોલીસ હેડકવાર્ટસ ખાતે વ્યાજખોરોના ચકકરમાં ફસાયેલા લોકો માટે રેન્જ આઈ.જી. અને જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજયો

  • લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો ભોગ બનનાર હાજર રહ્યા.
  • રેન્જ આઈ.જી.એ ભોગ બનનાર લોકોની રજુઆત સાંભળી સ્થળ ઉપર ફરિયાદ નોંધી.

ગોધરા,

પંચમહાલ જીલ્લા પોલીસવડા દ્વારા વ્યાજખોરો સામે જાગૃતિ લાવવા અને ભોગ બનનાર લોકોને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશથી લોક દરબાર ગોધરા પોલીસ હેડ કવાર્ટસ ખાતે રેન્જ આઈ.જી.અધ્યક્ષતામાં યોજાવામાં આવ્યો હતો. લોક દરબારમાં મોટી સંખ્યામાં ભોગ બનનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભોગ બનનારને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપી સ્થળ ઉપર ફરિયાદ નોંધી આરોપીઓને શોધવાના હુકમ કરવામાં આવ્યા.

ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશથી પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા પણ લોક દરબારનુંં આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા પોલીસ હેડકવાર્ટસ ખાતે રેન્જ આઈ.જી.ની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે જાગૃતિ માટે યોજાયેલ લોક દરબારમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોનો ભોગ બનનાર અરજદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લાના વિવિધ સ્થળોએથી આવેલ અરજદારોએ પોતે વ્યાજખોરીના વિષયકમાં કેવી રીતે ફસાયા તેની રેન્જ આઈ.જી.ને તેમજ જીલ્લા પોલીસવડા સમક્ષ રજુઆત કરી હતી. પોલીસ અધિકારીઓ વ્યાજખોરીનો ભોગ બનનાર વ્યકિતઓને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપી અને સ્થળ ઉપર ફરિયાદ નોંધી આરોપીઓને શોધી કાઢવા હુકમ કર્યો હતો. રેન્જ આઈ.જી.એ વ્યાજખોરીના ચકકરમાં ફસાયેલ લોકોને સામે ચાલીને પોલીસ સામે આવીને મદદ લેવી જોઈએ તેમજ વ્યાજે નાણાં લેવાની જગ્યાએ સરકારી યોજનાના લાભ લેવા બેન્કોના સહારો લેવા સલાહ આપી હતી. વધુમાં રેન્જ આઈ.જી. એ જણાવ્યું કે, વ્યાજે નાણાં લેનારા પરિવારો વ્યાજના ચકકરમાં સપડાતા જાય છે. ત્યારબાદ પરિવાર પર તકલીફોનો પહાડ તુટી પડતો હોય છે. લોક દરબારમાં અનેક એવા વ્યકિતઓ એવા સામે આવ્યા જેમને વ્યાજે પૈસા લીધા તેના કરતાં અનેકધણી રકમ ચુકવી દીધી હોવા છતાં વ્યાજ નાણાં ધિરનાર પઠાણી ઉધરાણી કરી રહ્યા છે અને વ્યાજના નાણાંના અવેજ આવેલ ચેકના ખોટા ઉપયોગ કરી ખોટા કેસો કરાવી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. ગોધરાની એક મહિલાએ કહ્યું કે, ચેક બાઉન્સના ખોટા કેસમાંં તેમના પતિ જેલમાં છે અને વ્યાજના નાણાં ધિરનાર 86 વર્ષીય વૃધ્ધ પોતાની સાથે અભદ્ર માંગણીઓ કરી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, જીલ્લા પોલીસના લોક દરબારમાં આવેલ અરજદારોને કયારે ન્યાય કેવો મળે છે.