ગોધરા, ગોધરા પશ્ચિમ વિસ્તારમાં પોલન બજાર વિસ્તારમાં ગંદકી ઠાલવવામાં આવતી હોય ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમાં પણ આ ઉકરડાની નજીક ઉર્દુ ક્ધયાશાળા અને ઉર્દુ કુમાર શાળા આવેલ હોય ત્યારે ગંંદકીને લઈ બાળકોના આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર સ્વચ્છતા માટે પગલાં ભરે તેવી માંંગ ઉઠવા પામી છે.
ગોધરા પોલન બજાર વિસ્તારમાં નગર પાલિકાના દ્વારા જાહેરમાં ઉકરડા માટે ક્ધટેનરો ગોઠવી દેવામાં આવ્યા છે. આ ક્ધટેનરોમાં ગંદકી અને કચરો ઉભરાઈ જવા છતાં પાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવતો નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધનું સામ્રાજય જોવા મળે છે. દુર્ગંધ થી લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમાં પણ આ કચરાના ઢગલાની બીલકુલ નજીક ઉર્દુ ક્ધયાશાળા અને ઉર્દુ કુમારશાળા આવેલ છે. આ શાળામાં હજારો બાળકો અભ્યાસ કરતા હોય આવા બાળકોના આરોગ્ય ઉપર પણ ગંદકી અને દુર્ગંધની અસર થતી હોય ત્યારે આ કચરાના ક્ધટેનરો ઉભરાવવા નહિ દઈને બદલવામાં આવે તો ગંદકી અને દુર્ગંંધથી લોકોને છુટકારો મળે તેમ છે. તેવી માંંગ સાથે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીલ્લા નાયક કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી.