ગોધરા પીપ્યુટકર ચોક વિસ્તારમાં રોડ ઉપર પડેલ ખાડાઓ સ્વાતંત્ર્ય પર્વ પહેલા પુરાય તે જરૂરી

ગોધરા, ગોધરા શહેર પીપ્યુટકર ચોક વિસ્તારમાં રોડ ઉપર મસમોટા ગાબડાઓ પડયા છે. જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સામાન્ય દિવસોમાં પાલિકા તંત્ર રસ્તાઓના ખાડાઓ પુરવાની તસ્તી લેતું નથી પરંતુ મંગળવારે 15મી ઓગસ્ટ હોય અને ચોક ખાતે ધ્વજ વંંદન થતું હોય ત્યારે તે પહેલા રોડ ઉપરના ગાબડા પુરવામાં આવે તે જરૂરી છે.

ગોધરા શહેરના ટાવરવાળા સ્વામીનારાયણ મંદિર પીપ્યુટકર ચોક વિસ્તારના માર્ગો ઉપર મસમોટા ગાબડા પડેલ છે. રોડ ઉપર પડેલ ગાબડાને લીધે રોડ ઉપરથી પસાર થતાં દ્વિચક્રી વાહન ચાલકો પડી જવાના બનાવો પણ અવારનવાર બની રહ્યા છે પરંતુ પાલિકાનું રેળીયાર તંત્રને નગરજનોની પ્રાથમિક સુવિધાની પરવાહ હોતી નથી પરંતુ મંંગળવારના રોજ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ હોય અને પીપ્યુટકર ચોક ખાતે ધ્વજ વંદન કરવામાં આવતુંં હોય દ્વારા રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખીને પીપ્યુટકર ચોર વિસ્તારમાં રોડ ઉપર પડેલ ખાડાઓનું પુરણ કરીને સ્વતંત્ર પર્વની ગરીમા જળવાય તે માટે પાલિકા કાર્યવાહી કરે તે જરૂરી છે.