ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રહેમતનગરમાં જોલા છાપ તબીબ કોઇપણ જાતની ડીગ્રી વગર દવાખાનું ચલાવીને એલોપેથીક દવા સારવાર કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઇડ કરી 15,293/-રૂપીયાનો મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પશ્ચિમ વિસ્તાર રહેમતનગરમાં કોઈપણ જાતની ડીગ્રી વગર જોલા છાપ તબીબ દવાખાનું ચલાવી રહ્યા હોય અને દર્દીની એલોપેથીક સારવાર કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રહેમતનગરમાં છાપો મારી જોલા છાપ તબીબ ઉમર ફારૂક યુસુફ વાઢેલને ઝડપી પાડવામાં આવ્યો. બોગસ તબીબની દવાખાના માંથી એલોપેથીક દવાઓ તથા ઈન્સ્ટુમેન્ટ કિંમત 15,293/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બાબ તે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે મેડીકલ પ્રેકટીસ એકટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.