ગોધરા પશ્ચિમ વિસ્તારમાં રમજાન માસમાં સાફ સફાઈ અને ગંદકી દુર નહિ કરાતા સ્થાનિક રહિશોએ જાતે સાફ સફાઈ શરૂ કરી

  • પશ્ચિમ વિસ્તારના વોર્ડના સભ્યો ખોવાઈ ગયા છે મળે તો મતદારોને સોંપવા તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રોષ વ્યકત કર્યો

ગોધરા, ગોધરાના પશ્ચિમ વિસ્તારના રહિશો દ્વારા રમજાનના પવિત્ર મહિનામાં સાફસફાઈ અને ગંદકીને લઈને પાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ હતી. છતાં સાફ સફાઈ નહિ કરવામાં આવતા તેમના વોર્ડ વિસ્તારના પાલિકામાં ચુંટાયેલ સભ્યો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો દ્વારા સોશીયલ મીડિયામાં પોસ્ટ મુકીને “સભ્યો ખોવાયેલ છે મળે તો મતદારોને સોંપવા”ની અપીલ કરવામાં આવી છે.

મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ શરૂ થાય તે પહેલા પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા તેમના વિસ્તારમાં ઉભરાતી ગંદકી તેમજ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં સાફ સફાઈ નહિ થતાં જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરીને પશ્ચિમ વિસ્તારમાં સાફ સફાઈ માટે રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારના વોર્ડોમાં સાફ સફાઈ કરાવી ન હતી. જેને લઈ સ્થાનિક રહિશોમાં પાલિકામાં તેમના વિસ્તારના વોર્ડમાંથી ચુંટાઈ આવેલ વોર્ડ સભ્યો સામે રોષ ભભુકી ઉઠવા પામ્યો છે. વોર્ડ વિસ્તારમાંથી ચુંટાઈને આવેલ સભ્યો જયારે પવિત્ર રમજાન માસમાં સાફ સફાઈ પણ કરાવી શકતા ન હોય તેવા પાલિકા સભ્યો સામે રોષ પ્રગટ કરતા પશ્ચિમ વિસ્તારના રહિશો દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. અને સોશિયલ મીડિયા પર સભ્યો ખોવાયેલ છે તેવી પોસ્ટ મુકી મળે તો મતદારોને સોંપવા તેવી પોસ્ટ વાયરલ કરી હતી. પવિત્ર રમજાન માસમાં નગરપાલિકાને અવાર નવાર રજુઆતો કરવા છતાં સાફ સફાઈ અને ગંદકી દુર કરવાની કામગીરી નહિ કરાતા આખરે પશ્ચિમ વિસ્તારના રહિશો દ્વારા પોતાની જાતે તેમના વિસ્તારમાં સાફ સફાઈ કામગીરી કરવામાં આવી છે.ગોધરા નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારના રહિશોની અવાર નવાર સાફ સફાઈ અને ગંદકી દુર કરવાની લેખિત-મોૈખિક રજુઆત કરવામાં આવી હોય તેમ છતાં પાલિકા તંત્ર એ પશ્ચિમ વિસ્તારમાં પવિત્ર રમજાન માસને ઘ્યાનમાં રાખીને સાફ સફાઈ કરાવાઈ હતી તેમાં પણ પશ્ચિમ વિસ્તારના ચુંટાયેલ સભ્યો પણ તેમના વિસ્તારમાં સાફ સફાઈ કરાવવામાં નિષ્ફળ રહ્યા હોય ત્યારે પાલિકાના સભ્યો ખોવાયા છે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. અને સ્થાનિક રહિશોએ નગરપાલિકા દ્વારા સફાઈ નહિ કરવામાં આવતા જાતે ભેગા મળીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. હાલમાં પશ્ચિમ વિસ્તારના રહિશોમાં તેમના વોર્ડના ચુંટાયેલ સભ્યો જે તેમના વોર્ડ વિસ્તારમાં સફાઈ પણ નહિ કરાવી શકતા હોય તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે.


ગોધરા પશ્ચિમ વિસ્તારના મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસમાં સાફસફાઈ કરવા માટે પાલિકા તંત્રને અવાર નવાર રજુઆતો કરવામાં આવી છતાં સાફ સફાઈ કરાવી ન હતી. જેને લઈ પશ્ચિમ વિસ્તારના રહિશો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને પોતાનો બપાળો કાઢ્યો છે. વાયરલ પોસ્ટમાં રમજાનના પવિત્ર માસમાં સાફસફાઈ તો દુર પર પાલિકા તંત્ર 100 ગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકી નથી.