ગોધરા પરવડી બાયપાસ રોડ કોટડા બ્રિજ ઉપર બાઈક પર પાછળ બેઠેલ 30 વર્ષિય મહિલા પડી જતાં ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા તાલુકાના પરવડી બાયપાસ રોડ કોટડા બ્રિજ ઉપર બાઈક ચાલક પુરઝડપે પસાર થતો હોય દરમિયાન બાઈક પાછળ બેઠેલ મહિલાને રોડ ઉપર પાડી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના પરવડી બાયપાસ રોડ કોટડા બ્રિજ પાસેથી બાઈક નં.જીજે-17-બીઆર-5823 રાકેશભાઈ અર્જુનભાઈ બારીયા પસાર થઈ રહ્યા હતા. તેમની બાઈક પાછળ તેમની પત્નિ કપીલાબેન બારીયા(ઉ.વ.30)બેઠેલ હતા ત્યારે બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પાછળ બેઠેલ કપીલાબેન બાઈક ઉપરથી નીચે રોડ પર પડી જતાં કપીલાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન કપીલાબેનનુ મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.