ગોધરા પરવડી ગામે હાઈવે રોડ ઉપર ગટર માંથી મળેલ એરંડીના 25 વર્ષીય યુવાનને સિવિલમાં ખસેડતા મોત

ગોધરા, ગોધરા તાલુકાના એરંડી ગામ રહેતો 25 વર્ષીય યુવક ધરેથી કામ હોવાનું કહી ગોધરા આવવા બાઈક લઈને નિકળેલ હતો અને પરવડી ગામે હાઈવે રોડ સાઈડની ગટરમાં મળેલ સારવાર અર્થે સિવિલમાં દાખલ કરતાં મરણ ગયેલ હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના એરંડી ગામે રહેતા કલ્પેશ રમણભાઈ માલીવાડ ઉ.વ.25 તા.10 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ધરેથી ગોધરા કામ હોવાનું કહીને બાઈક નં.જીજે.17.એજે.6814 ચલાવીને નિકળેલ હતો. ત્યારબાદ સાંજે 7 વાગ્યાના સમયે પરવડી ગામના હાઈવે રોડ સાઈડના ગટર માંંથી મળેલ હોય તેને સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડતા જ્યાં મરણ ગયેલ મૃતક યુવાનને શરીરે અકસ્માતમાં કોઇ ઈજાના ચિન્હો જણાયેલ નથી કે બાઈક પણ અકસ્માતના નિશાન નથી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી.